Home News સુરત પાંડેસરા બાળકી રેપ કેસમાં આરોપીને થઈ ફાંસીની સજા

સુરત પાંડેસરા બાળકી રેપ કેસમાં આરોપીને થઈ ફાંસીની સજા

Face of Nation 16-12-2021: સુરતના બહુચર્ચિત પાંડેસરા વિસ્તારમાં થોડા મહિના પહેલા બનેલ બળાત્કાર અને હત્યા મામલામાં સુરત કોર્ટે આજે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. ગત સુનાવણીમાં આરોપીને કસૂરવાર ઠેરવવામાં આવ્યો હતો. નરાધમે બાળકીને વડાપાઉંની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર કરી બાળકીને માથામાં ઈટ મારી હત્યા કરી હતી. જેમાં પાંડેસરા પોલીસે આરોપીને ઝડપી 15 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા રજૂ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બાળકીઓ સાથે થતા આવા મામલામાં સરકાર ગંભીર બની છે. તાજેતરમાં સુરતના અન્ય એક રેપ કેસમાં નરાધમને ફાંસીની સજા કરવામા આવી હતી. ત્યારે 10 જ દિવસમાં બીજા નરાધમને ફાંસીની સજા કરાઈ છે.

ન્યાય મળતા જ બાળકીનો પરિવાર રડી પડ્યો હતો, કારણે કે તેમણે ફુલ જેવી બાળકી ગુમાવી હતી. બાળકીના પરિવારે ચુકાદા બાદ કહ્યું કે, ફાંસીની સજાથી અમે સંતુષ્ટ છીએ. મારી દીકરીને આજે ન્યાય મળ્યો છે. એક વર્ષ અમે કેવો કાઢ્યો છે તે અમે જ જાણીએ છીએ. નરાધમને જોઈને જ તેને મારી નાંખુ તેવી ઈચ્છા થતી હતી. અમને તમામ લોકોએ સપોર્ટ કર્યો છે. તો બાળકીની માતાએ ચોધાર આસુએ રડતા કહ્યું કે, જે મારી દીકરી સાથે થયુ તે કોઈની સાથે ન થવુ જોઈએ. હવે અમારા પ્રેમનગર વિસ્તારમાં કેમેરા લગાવવા જોઈએ. જેથી બીજા કોઈની દીકરી સાથે આવુ ન થાય. આટલા દિવસ પણ રોકાવવુ જોઈતુ ન હતું, એ નરાધમને એ જ દિવસે મારી નાંખવો જોઈતો હતો.

પાંડેસરા વિસ્તારમાં 7 ડિસેમ્બર, 2020 ના રોજ ઘરની બહાર રમતી બાળકીને દિનેશ બૈસાણ નામના યુવકે વડાપાઉ આપવાની લાલચ આપી હતી. આ બાળકીની ઉંમર 10 વર્ષ હતી. દિનેશ તેને નજીકની ઝાડીમાં લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકી સાથે દુશ્કર્મ આચર્યુ હતું. બાળકીએ પ્રતિકાર કરતા તેણે બાળકીના માથા પર ઈંટના ઘા મારીને તેની હત્યા કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી દિનેશ બૈસાણની ધરપકડ કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)