Home Crime સુરતમાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, 28.49 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા

સુરતમાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, 28.49 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા

Face Of Nation, 25-09-2021: શહેરમાં વઘી ગયેલા દુષણને ડામી દેવા કડક અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે સુરતના કડોદરા ન્યુ ચેકપોસ્ટ પાસેથી કારમાં ગેરકાયદેસર એમડી ડ્રગ્સના જથ્થા સાથે ક્રાઈમ બ્રાન્ચે ત્રણ જણને ઝડપી પાડયા છે. પોલીસે તેઓની પાસેથી 19 લાખની કિંમતનું 196 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું. પોલીસ આરોપીની પૂછપરછ કરતા તેઓ મુંબઈથી ખરીદી કારમાં MD ડ્રગ્સ સુરતમાં આવીને છૂટક વેચાણ કરતા હતા. જોકે પોલીસે આરોપીની ધરપકડ કરી આ ડ્રગ્સ શહેરમાં કોને કોને આપવાના હતા તે અંગેની પૂછપરછ હાથ ધરી છે.

સુરતનું યુવાધનને નશાની ટેવ પડી રહી છે ત્યારે સુરતમાં ચાલતા નશાના કારોબારને નાબૂદ કરવા માટે સુરત પોલીસ દ્વારા ” NO DRUGS IN SURAT CITY” અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત સુરત ક્રાઈમ બ્રાન્ચે કડોદરા નિયોલ ચેકપોસ્ટ પાસેથી ગેરકાયદેસર MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો હતો. સુરત શહેર ક્રાઇમબ્રાંચની ટીમને મળેલી બાતમીનાં આધારે સુરત કડોદરા રોડ ઉપર નિયોલ ચેક પોસ્ટ ઉપર વોચ ગોઠવી એક કારને ઝડપી પાડી હતી. કારમાં તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કારમાં સવાર ઇમરાન અબ્દુલ રશીદ શેખ, ઇમરાન ઉર્ફે બોબા ફકરૂદીન ખાન અને મુઆઝ ઉર્ફે માજ ઇબ્રાહીમ સૈયદને ઝડપી પાડ્યા હતા.

પોલીસે તેઓની પાસેથી ૧૯૬.૨ ગ્રામનું ૧૯.૬૨ લાખની કીમતનું ડ્રગ્સ, કાર અને મોબાઈલ મળી ૨૮.૪૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેઓ આ એફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સનો જથ્થો મુંબઇ નાલાસોપારા ખાતેના એક ઇસમ પાસેથી ખરીદ કરી ફોરવ્હીલર ગાડીમાં સુરત લાવી શહેરના વિસ્તારમાં છૂટકમાં વેચાણ કરતા હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે આ મામલે આરોપીઓ સુરત શહેરમાં કોણે કોણે એમ.ડી.ડ્રગ્સનો જથ્થો આપવાના હતા તે અંગે કોઈ વાત જણાવી ન હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)