Face Of Nation, 12-11-2021: ગુજરાતના સુરતમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારા નરાધમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. મળતી જાણકારી અનુસાર સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં 4 વર્ષીય બાળકી તેના ઘર પાસે રમી રહી હતી. તે સમયે આરોપી તેને ફોસલાવીને લઈ ગયો હતો અને બાદમાં તેના પર બળાત્કાર ગુજારી ફરાર થઈ ગયો હતો.
નોંધનીય છે કે આ કેસમાં 13 ઓક્ટોબરના રોજ 39 વર્ષીય આરોપી અજય ઉર્ફે હનુમાન નિષાદ કેવટની ધરપકડ કરાઈ હતી. ત્યાર બાદ માત્ર નવ દિવસમાં જ પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી હતી અને પાંચ દિવસમા કેસની ટ્રાયલ પૂર્ણ કરીને આરોપીને આજીવનકેદની સજા ફટકારવામાં આવી છે.
મહત્વનું છે કે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે કોર્ટમાં રાત્રે 11 વાગ્યા સુધી સુનાવણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કોર્ટના ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો હતો. 21 દિવસમાં જ આ કોર્ટનો ચુકાદો આવી ગયો હતો..(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)