Face Of Nation 16-06-2022 : સુરત જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ ચાલી રહી છે. સુરત જિલ્લાના કામરેજમાં સવારથી અત્યાર સુધીમાં 2.5 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. જેના કારણે કામરેજની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે કામરેજ ગામમાંથી પસાર થતા સર્વિસ રોડ પર ગોઠણસમા પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામોન કરવાનો વારો આવ્યો છે.
સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ કામરેજમાં પડ્યો
સુરત સહિત જિલ્લાના વાતાવરણમાં સવારથી પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સમાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે આજે સવારથી સુરત જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જેમાં 3 મિમિથી લઈને 65 મિમિ સુધી વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ કામરેજમાં 2.5 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તો બીજીતરફ કામરેજમાં 2.5 ઈંચથી વધુ વરસાદના પગલે રસ્તાઓ અને કેટલીક સોસાયટીઓમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા. કામરેજ ગામમાં પસાર થતા સર્વિસ રોડ પર ગોઠણસમા પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામમો કરવા પડ્યો હતો. જ્યારે કેટલાક વાહનો બંધ પણ પડી ગયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).