Home Gujarat સુરતમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ બન્યા નદી, કામરેજમાં 2 કલાકમાં 3.5 ઈંચ ખાબક્યો...

સુરતમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ બન્યા નદી, કામરેજમાં 2 કલાકમાં 3.5 ઈંચ ખાબક્યો ‘વરસાદ’, ભારે પવનના કારણે ઘણા ઘરના પતરાં ઉડ્યાં!

Face Of Nation 22-06-2022: સુરતના કામરેજમાં સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. 4થી 6 વચ્ચે બે કલાકમાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. ભારે પવનના કારણે ઘણા ઘરના પતરાં પણ ઉડી ગયા હતા.
કામરેજમાં 2 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ
સુરતના કામરેજમાં 2 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે ફરી કામરેજ ગામમાં જતા સર્વિસરોડના હાઇવે પર પાણી ભરાઈ જતા, વાહનોની લાઈન લાગી ગઈ હતી. બીજી તરફ કીમમાં ભારે પવન સાથે વરસાદ પડતા દુકાનો અને ઘરના પતરા ઉડી ગયા હતા, ઝાડ પણ ધરાશાયી થયાં હતાં.
ભારે પવનથી દુકાનો અને ઘરોના પતરા ઉડવાના
ભારે પવન પવનના સૂસવાટા સાથે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વિસ્તારમાં દુકાનો અને ઘરોના પતરા ઉડવાના ઘણા કિસ્સા નોંધાયા હતા. જોરદાર પવન સાથે વરસતા વરસાદથી વિસ્તારમાં આવેલ બે શાળાના પતરા પણ ઉડી ગયા હતા. ભારે પવનના કારણે વૃક્ષ પડવાના બનાવ પણ બન્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).