Face of Nation 07-12-2021: સાયલા તાલુકાના ભાજપના નેતાની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી નાંખતા ભાજપના કાર્યકરોમાં ભારે ચકચાર મચી ગઈ છે. સાયલા તાલુકાના સુદામડા ગામે ભાજપના હોદ્દેદાર પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલા કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સાયલા તાલુકા ભાજપમાં કિસાન મોરચાના પ્રમુખ ખેંગારભાઈ રબારીનું આજે સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલ ખાતે મોત નિપજયું છે. જેને કારણે આ ગુનો હત્યામાં પરિણમ્યો છે.
અંદાજે ૧૫થી વધુ અજાણ્યા શખ્શોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો તેમજ ૩ થી ૪ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ખેંગારભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અગાઉની ચૂંટણી બાબતનું મનદુઃખ રાખી હુમલો કર્યો હતો.
આ અંગેની વધુ વિગતો એવી છે કે, સુદામડાના સરપંચના ઉમેદવાર સહિત 2 સાથીદારો ફોર્મ ચકાસણી બાદ બોલેરોમાં સુદામડા જઇ રહ્યા હતા. આ સમયે ડમ્પર સાથે અકસ્માત કરીને કેટલાક શખ્સોએ કુહાડી, ધારીયુ અને લાકડી લઇને હુમલો કરી દીધો હતો. જેમાં 5 યુવાનોને ઇજા થતાં સારવાર માટે લઇ જવાયા હતા.
આ હુમલામાં સરપંચના ઉમેદવાર કરમણભાઇ આલાભાઇ ખાંભલા, ખેંગારભાઇ, કરશનભાઇ, અરજણભાઇ ખીમાભાઇ, બીજલભાઇ હાથીયાભાઇ પર હુમલો થયો હતો. આ હુમલામાં ખેંગારભાઇ, કરશનભાઇ અને કરમશીભાઇને શરીરના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે સાયલા લઇ જવાયા હતા. જેમાં ખેંગારભાઈની તબિયત વધુ ખરાબ થતાં તેમને અમદાવાદ લઈ જવાયા હતા, જ્યાં તેમનુ સારવાર દરમિયાન નિધન થયું છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)