Home News સુરેન્દ્રનગર:વરસાદી પાણીનો નિકાલ ન થતા ટોળાએ રસ્તા પર કર્યો ચક્કાજામ, શરૂ કરી...

સુરેન્દ્રનગર:વરસાદી પાણીનો નિકાલ ન થતા ટોળાએ રસ્તા પર કર્યો ચક્કાજામ, શરૂ કરી રામધૂન

Face Of Nation:સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ 500થી વધુનું ટોળું રોડ પાર ઘસી આવ્યું હતું. સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. પાણીના નિકાલ માટે અનેક રજૂઆતો કરાઇ છે. પરંતુ યોગ્ય ન થતા લોકો વિફર્યા હતા. આ દમિયાન રવિવારે રોષે ભરાયેલા ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલી સોસાયટીઓના લોકો વઢવાણ-રતનપર-રાજકોટ બાયપાસ રોડ બંધ કરી દેતા ટ્રાફિકજામ થયો હતો. અંતે બે કલાક બાદ પોલીસે દોડી જઇને પાલિકાને જાણ કરી સમજાવટથી રસ્તો ચાલુ કરાવતા ટ્રાફિક પુર્વવત થયો હતો.ત્યારબાદ આસપાસમાં આવેલી રવિપાર્ક સહીતની અન્ય સોસાયટીઓમાં પણ તે જ પરિસ્થિતી હોવાથી ત્યાંના રહીશોએ સાંજના સમયે રસ્તા પર બેસી જઇ ચક્કાજામ કરતા અંદાજે 1 કલાકથી વધુ સમયથી ટ્રાફીક જામ થઇ ગયો હતો.આ ઘટના અંગે જાણ થતાં પ્રોબેશનલ ઓફીસર ઋતુરાજસિંહ જાદવ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બે જેસીબી વડે તાત્કાલીક પાણીના નિકાલની વ્યવસ્થા કરતા અંતે મામલો થાળે પડતા ટ્રાફિક પૂર્વવત થયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે પ્રિમોન્સુન પ્લાનની મોટાઉપાડે કલેક્ટર કચેરીમાં બેઠકો કરી જાહેરાત કરાય છે. સુરેન્દ્રનગર, રતનપર, દુધરેજ, જોરાવરનગર, 80 ફુટરોડ અને વઢવાણમાં પ્રિમોન્સુન પ્લાન અને ભુગર્ભ ગટર પ્લાન ફેઇલ થયો હોય તેવો ઘાટ સર્જાયો છે. જેમાં સુરેન્દ્રનગર અને વઢવાણ પાલિકા વિસ્તારમાં 500 જેટલી સોસાયટીઓમાં રસ્તાઓ પર હાલમાં પડેલા વરસાદના પાણી ફરી વળતા તેમાં ગરકાવ થયા છે.સુરેન્દ્રનગર અને વઢવાણ પાલિકામાં શહેરીજનોએ ત્રણ દિવસ સુધરાઇ સભ્યો અને અધિકારીઓને વરસાદી પાણી જમા થયાની ફરીયાદોનો ધોધ શરૂ કર્યો છે. પરંતુ પાલિકાનું તંત્ર પહોંચી ન શકતા શહેરીજનોમાં આક્રોશ ફેલાયો છે. રવીવારે રાજકોટ બાયપાસ રોડ પર ગણપતિ ફાટસર વિસ્તારના રહિશો અને રવિપાર્ક સોસાયટી સહિતના વિસ્તારના લોકોએ બે વખત ચક્કાજામ કર્યો હતો. આ જ્યારે રસ્તા પર આડશ મુકી બંધ કરી દેવામાં આવ્યા હતા.વઢવાણ અને રતનપર વિસ્તારની સોસાયટીઓમાં વરસાદી પાણી જમા થયુ હતું. આથી સૌપ્રથમ રોષે ભરાયેલ મહિલાઓએ રસ્તા પર વચ્ચે બેસી ગઇ હતી. ત્યારબાદ મહિલાઓએ રામધુન શરૂ કરી હતી. જેમાં બાળકો અને સ્થાનીકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. જ્યાં સુધી પાણી નિકાલ નહિ થતા ત્યાં સુધી હાઇવે ચક્કાજામ કરવાણી ચીમકી ઉચ્ચારી છે.