Home News સુરેન્દ્રનગરના લખતર હાઈવે પર બે બસ વચ્ચે અકસ્માત, 15 લોકો ઈજાગ્રસ્ત, 4ના...

સુરેન્દ્રનગરના લખતર હાઈવે પર બે બસ વચ્ચે અકસ્માત, 15 લોકો ઈજાગ્રસ્ત, 4ના મોત

Face of Nation 12-12-2021:  આજે સવારે સુરેન્દ્રનગર લખતર હાઇ- વે પર એસટી બસ અને ખાનગી બસ વચ્ચે એક મોટો અકસ્માત સર્જાયો છે. વહેલી સવારે સુરેન્દ્રનગરથી ઉપડેલી સુરેન્દ્રનગર અમદાવાદ બસ લખતર નજીક છરાદ ગામ પાસે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં એક સાથે 15થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે હોસ્પિટલમાં લઈ જતી વખતે એક વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લે મળતી માહિતી પ્રમાણે કુલ 4 લોકોના મોત થયા છે.

આ દુર્ઘટનામાં ખાનગી બસ ઓવરટેક કરતા એસટી બસ સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતાં કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 108 મારફતે તમામ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ નજીકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા છે.

આ ઘટના વિશે મળકી માહિતી પ્રમાણે, આજે વહેલી સવારે સુરેન્દ્રનગરથી ઉપડેલી સુરેન્દ્રનગર અમદાવાદ બસ લખતર નજીક છરાદ ગામ પાસે ધડાકાભેર અથડાઈ છે. જેમાં ખાનગી બસ ઓવરટેક કરતા એસટી બસ સાથે અથડાતા 15થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટનાની જાણ  સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી, જેના કારણે તાબડતોડ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં ગંભીર ઈજાગ્રસ્તોને 108 મારફતે નજીકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા છે.

અત્રે નોંધનીય છે કે, બન્ને બસોના ડ્રાઈવરની હાલત હાલ ગંભીર હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. છારદ ગામ પાસે ખાનગી બસ ઓવરટેક કરવા જતા સામેથી આવતી સુરેન્દ્રનગર અમદાવાદ એસટી બસ સાથે ધડાકાભેર અથડાઇ અને અકસ્માત સર્જાયો હતો. સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)