Face Of Nation 31-05-2022 : બિહારના નવાદની ચાર હાથ-પગ ધરાવતી બાળકીને સર્જરી માટે ફિલ્મ એક્ટર સોનૂ સૂદે મુંબઈ બોલાવી છે. તે માટે આજે બાળકી માતા-પિતા અને પંચાયતના નેતાની સાથે મુંબઈ જવા રવાના થશે. આ અંગે નેતા દિલીપ રાવતે કહ્યું કે, ફિલ્મ એક્ટર સોનૂ સૂદ સતત મારા સંપર્કમાં છે અને દરેક શક્ય મદદનું આશ્વાસન આપી રહ્યાં છે.
સર્જરી શક્ય નથી, સોનૂ સુદે બોલાવ્યા મુંબઈ
ચહુંમુખીના પિતા બસંત પાસવાને જણાવ્યું કે સોનૂ સૂદના કહેવા પર અમે છોકરીને લઈને આઈજીઆઈએમએસ પટના ગયા હતા. જોકે ત્યાંના ડોક્ટરે કહ્યું કે આ ક્રિટિકલ કેસ છે. એવામાં સર્જરી શક્ય નથી. તે પછી કોલ કરીને મેં સોનૂ સૂદને બધી વાત કહી હતી. સોનૂ સૂદે કહ્યું કે, છોકરીને લઈને મુંબઈ આવી જાવ, અહીં બધુ થઈ જશે. તે પછી હવે અમે છોકરીને લઈને મુંબઈ જઈ રહ્યાં છે.
સોનૂ સૂદે વીડિયો કોલ કરીને ચહંમુખીને જોઈ
સોનૂ સૂદે વીડિયો કોલ કરીને છોકરીના માતા-પિતા સાથે વાત પણ કરી અને દિવ્યાંગ છોકરીને પણ જોઈએ. વીડિયો કોલ પર સોનૂ સૂદને જોવા માટે ગામના લોકો ભેગા થઈ ગયા હતા. આ દરમિયાન ગામના લોકો ખૂબ જ ઉત્સાહિત દેખાતા હતા.
આ પરિવારમાં 4 સભ્ય છે, અઢી વર્ષની છોકરી
આ પરિવારમાં 4 સભ્ય છે, જેમાં પીડિત બાળકી ચહુંમુખી, માતા ઉષા દેવી, પિતા બસંત પાસવાન અને ભાઈ અમિત કુમાર સામેલ છે. દિવ્યાંગ દંપતી મંજૂરી કરીને બાળકોનું ભરણપોષણ કરે છે. અઢી વર્ષની છોકરીના કમરના ભાગમાં બે હાથ અને બે પગ જોડાયેલા છે. જોકે અન્ય બે હાથ અને પગ નોર્મલ છે. પરિવાર વારિસલીગંજ ક્ષેત્રના હેમદા ગામમાં રહે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).