Home Uncategorized દેશના નામે સુષ્મા સ્વરાજનું અભૂતપૂર્વ યોગદાન,રાજકીય ઉપલબ્ધિઓમાં પણ અજોડ રહ્યા

દેશના નામે સુષ્મા સ્વરાજનું અભૂતપૂર્વ યોગદાન,રાજકીય ઉપલબ્ધિઓમાં પણ અજોડ રહ્યા

Face Of Nation:નવી દિલ્હી મંગળવારે રાતે દિલ્હીની AIIMSમાં પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું નિધન થયું હતું. છેલ્લાં થોડા મહિનાઓથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી જેના કારણે તેઓ લોકસભા ચૂંટણી પણ લડવાની ના પાડી હતી. સુષ્મા સ્વરાજે 67 વર્ષની ઉંમરે દિલ્હીની AIIMSમાં અંતિમ શ્વાસ લીધા હતાં.

રાજકીય કારકિર્દીમાં સુષ્મા સ્વરાજના નામે ઘણી ઉપલબ્ધિઓ છે જેને દેશ હંમેશાં યાદ રાખશે. 1977માં જ્યારે તેમની ઉંમર ફક્ત 25 વર્ષ હતી ત્યારે સુષ્મા સ્વરાજ સૌથી ઓછી ઉંમરના મહિલા કેબિનેટ મંત્રી બન્યાં હતાં. તેઓ 1977થી 1979 સુધી સામાજિક કલ્યાણ, શ્રમ અને રોજગાર જેવા 8 મંત્રાલય સંભાળી ચૂક્યા હતાં. ત્યાર બાદ 27 વર્ષની ઉંમરમાં તે હરિયાણામાં જનતા પાર્ટીની રાજ્ય અધ્યક્ષ પણ રહ્યાં હતાં.સુષ્મા સ્વરાજના નામે જ રાષ્ટ્રીય સ્તરની રાજકીય પાર્ટીની પ્રથમ મહિલા પ્રવક્તા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. આ ઉપરાંત સુષ્મા સ્વરાજ પ્રથમ મહિલા મુખ્યમંત્રી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને વિપક્ષના પ્રથમ મહિલા નેતા બન્યા હતાં.ઈન્દિરા ગાંધી બાદ સુષ્મા બીજા એવા મહિલા નેતા હતાં જેમણે વિદેશ મંત્રીનું પદ સંભાળ્યું હતું. છેલ્લા ચાર દાયકામાં તે 11 વખત ચૂંટણી લડ્યા, જેમાં ત્રણવાર વિધાનસભાની ચૂંટણી લડ્યા અને સુષ્મા સાત વખત સાંસદ રહી ચૂક્યા હતા.પંજાબના અંબાલા કેન્ટમાં જન્મેલી સુષ્મા સ્વરાજે પંજાબ યુનિવર્સિટી ચંડીગઢથી કાયદાની ડિગ્રી મેળવી હતી. શિક્ષણ પૂર્ણ કર્યાં બાદ તેમણે પહેલાં જયપ્રકાશ નારાયણના આંદોલનમાં આગળ પડતો ભાગ લીધો હતો.ઈમરજન્મસીનો પૂરજોશ વિરોધ કર્યાં બાદ તેઓ સક્રિય રાજકારણ સાથે જોડાયા હતાં. સુષ્મા સ્વરાજ ભારતીય સંસદના પ્રથમ અને એકમાત્ર મહિલા સદસ્ય હતાં જેમને આઉટસ્ટેન્ડિંગ પાર્લામેન્ટેરિયન સન્માન મળ્યું હતું.