Face Of Nation:કથિત પ્રેમ પ્રકરણમાં સસ્પેન્ડેડ થયેલાં આઈએએસ ગૌરવ દહીયાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. ગૌરવ દહીયાએ ગાંધીનગર પોલીસની કામગીરીને પડકારતી અરજી કરી છે. હાઈકોર્ટે આ બાબતે સુનાવણી કરતાં 22 ઓગસ્ટ સુધીમાં સરકારને આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું છે. હવે આ મામલે 22 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરાશે.
ગૌરવ દહીયાએ હાઈકોર્ટમાં કરેલ અરજીમાં ગાંધીનગર પોલીસ પર હેરાનગતિનો આરોપ લગાવ્યો છે. ગૌરવ દહીયાની અરજી મુજબ કથિત ગુના બાબતનું કાર્યક્ષેત્ર દિલ્હી પોલીસને હોય છે. પરંતુ ગુજરાત પોલીસ માત્ર ફરિયાદના મળેલા કાગળના આધારે ખોટી રીતે હેરાનગતિ કરી રહ્યાં છે. ત્યારે હાઈકોર્ટ આ મામલે જરૂરી નિર્દેશો કરે તેવી માગણી કરવામાં આવી છે.ગૌરવ દહીયા કથિત પ્રેમ પ્રકરણમાં યુવતીની ફરિયાદ બાદ ગાંધીનગર પોલીસે તેમની પૂછપરછ માટે ત્રણ વખત નોટિસ આપી હતી, પરંતુ એક પણ વખત દહીયા હાજર ન રહેતાં, તેના જવાબ વગરનો રિપોર્ટ સરકારમાં રજૂ કરાયો હતો. જે બાદ ગૌરવ દહીયા વિરૂદ્ધ એકશન લેવામાં આવતાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.