Face Of Nation:રાહુલ ગાંધીના રાજીનામા બાદ કૉંગ્રેસના નવા અધ્યક્ષ ની વરણી માટે આજે પાર્ટી કાર્ય સમિતિ(સીડબ્લ્યૂસી)ની બેઠક થઈ હતી. જો કે નવા અધ્યક્ષ અંગે સસ્પેન્સ યથાવત છે. આ બેઠકમાં રાહુલ ગાંધીને અધ્યક્ષ પદે રહેવાની ફરી અપીલ કરવામાં આવી. પરંતુ રાહુલ ગાંધીએ સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. સાથે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કૉંગ્રેસ અધ્યક્ષની પસંદી પ્રક્રિયામાંથી પોતાને અલગ કરી લીધા છે. રણદીપ સુરજેવાલાએ કહ્યું કે આજે સાંજે 8 વાગ્યે ફરી બેઠક થશે.
કૉંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાંથી બહાર નિકળ્યા બાદ સોનિયા ગાંધીને કહ્યું કે નવા અધ્યક્ષની પસંદગી માટે વાતચીત ચાલી રહી છે. હું અને રાહુલ તેમાં સામેલ નથી. મારું નામ ભૂલથી આ બેઠકમાં સામેલ થઈ ગયું હતું. રાહુલ ગાંધી પણ સ્પષ્ટતા કરી ચુક્યા છે કે કૉંગ્રેસ અધ્યક્ષ ગાંધી પરિવારની બહારના નેતા બને.કૉંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાણે CWCની બેઠકમાં રાહુલ ગાંધીને કહ્યું કે તમે વધુ ચાર કલાક વિચારો, તમે સમજી નથી રહ્યાં કે તમે શું કરી રહ્યાં છો ? જેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે, “હું ભાગી નથી રહ્યો પણ નવા અધ્યક્ષ બન્યા બાદ હું જનતાની વચ્ચે વધુ સમય આપીશ.” ચર્ચા દરમિયાન ઘણા નેતાઓએ કહ્યું કે જો નવા અધ્યક્ષ બના તો એક કમિટી બનાવવી જોઈએ જેમાં રાહુલ ગાંધીને પણ રાખવામાં આવે.પાર્ટીના નવા અધ્યક્ષની રેસમાં મુકુલ વાસનિક, મલ્લિકાર્જૂન ખડગે, અશોક ગહલોત, સુશીલ કુમાર શિંદે સહિત કેસી વેળુગોપાલના નામની ચર્ચા ચાલી રહી છે.બેઠક બાદ કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, તમામ નેતાઓએ રાહુલ ગાંધીને રાજીનામું પરત લેવા વિનંતી કરી પરતુ રાહુલ ગાંધીએ ઇનકાર કરી દીધો. કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે નવા પાર્ટી અધ્યક્ષના નામ સાથે અમે ફરી પાછા રાત્રે 8.30 વાગે મળીશું. રાત્રે 9 સુધી પાર્ટી પ્રમુખનું નામ નક્કી થશે.