Face of Nation 03-12-2021: કોરોના બાદ આખી દુનિયામાં ભય ફેલાવનાર ઓમિક્રોન વાઇરસની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ જામનગર, રાજકોટ બાદ અમદાવાદ ખાતે શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. અમદાવાદનાં રાણીપ વિસ્તારના એક વ્યક્તિને કોરોના સંક્રમિત થયા બાદ આમદવાદની સિવિલ હોપિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેને ઓમિક્રોન પોઝિટિવ હોવાની શક્યતા જોવા મળી રહી છે. ત્યારે આ દર્દીના જીનોમ સિક્વન્સ ટેસ્ટિંગ માટે પૂણેની લેબમાં મોકલવામાં આવ્યા છે. આ અંગેની માહિતી અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટએ આપી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કર્ણાટક ખાતે નવા વેરિયન્ટ ઓમિક્રોનના બે કેસ મળી આવ્યા છે. કર્ણાટકની 66 વર્ષ અને 46 વર્ષની બે વ્યક્તિઓમાં ઓમિક્રોન વાઇરસ મળી આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે માહિતી આપી હતી. જામનગરના મોરકંડા ગામ ખાતે ગતરોજ બુધવારે આફ્રિકાથી આવેલી વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવી હતી. જે ઓમિક્રોન પોઝિટિવ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. જામનગરની જીજી હોસ્પીટલમાંથી આ ઓમિક્રોન શંકાસ્પદ વ્યક્તિના નમૂના વધુ તપાસ માટે પૂણેની લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. હાલ આ વ્યક્તિને આઇશોલેશનમા રાખવામા આવી છે
જામનગરમાં શંકાસ્પદ ઓમિક્રોન કેસ નો મામલોમાં દર્દીની સાથે પ્લેનમાં બેઠેલા ૪ મુસાફરોના કોરોના રીપોર્ટ નેગેટિવ આવતાં હાશકારો અનુભવાયો છે. જો કે દર્દીના સંપર્કમાં આવેલા અન્ય ૮૭ કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં આવ્યા છે. સંપર્કમાં આવેલા તમામ લોકો હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. સંપર્કમાં આવેલા તમામ લોકો જામનગરના રહેવાસી છે. ૭૨ વર્ષીય દર્દીના સેમ્પલ ગુજરાત બાયોટેક ખાતે પણ તપાસાર્થે મોકલવામાં આવ્યા છે. જ્યારે આજ રોજ શુક્રવારે સવારે પણ રાજકોટ ખાતેથી બે ઓમિક્રોનના શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)