Face of nation (Sanjay Dave) : દેશમાં ભગવા વસ્ત્રોની આડમાં શૈતાન છુપાઈને બેઠા છે. જેઓનાં પરાક્રમોને લીધે સાધુ, સંત અને ભગવાધારી જેવા શબ્દોને બદનામીનાં માંચડે લટકવું પડી રહ્યુ છે. એકાદ વર્ષે કોઈ ઘટનાના પડઘમ શાંત થયાં ન હોય ત્યાં ફરીથી બીજા સાધુનાં દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી જાય છે. સાધુઓની સેક્સ લીલાથી સ્વામિનારાયણ સંપ્રદાય ભારે બદનામ થયો છે ત્યારે આ મામલે કોઈ કડકાઈ વર્તવી અત્યન્ત જરૂરી બની ગઇ છે. કારણ કે, જો આમ જ ચાલશે તો કોઈ પણ વ્યક્તિ સાધુ, સંત અને ભગવા ધારી ઉપર વિશ્વાસ કરશે નહીં.
દ્વારકા સ્વામિનારાયણ મંદિરના સ્વામી જેમની ઉંમર 70 જેટલી છે ,આ વૃદ્ધ સ્વામી પ્રેમજીવન સ્વામી એક પરણિત યુવતી પર 4 થી 5 વખત દુષ્કર્મ.આચર્યું હોવાનું બહાર આવ્યું છે.. મંદિરના વયોવૃદ્ધ સ્વામી ઉપર આરોપ લગાડનાર મહિલા સ્વામિનારાયણ મંદિરમાં ફરજ બજાવતા સુપરવાઈઝરની પત્ની છે એને તેનાં આરોપ મુજબ પોતાને સેવા કરવાના બહાને સ્વામીએ પોતાના રૂમમાં બોલાવી જબરજસ્તી કરીને દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લાગ્યો છે,તેમજ પોતે અનાદર કરતી હોવા છતાંય વયોવૃદ્ધ સ્વામિનારાયણ સ્વામી દ્વારા તેના ઉપર વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ મહિલાએ પોતાનાં પતિને કરી હતી તેમજ પોતે જો તેના પતિને ફરિયાદ કરશે તો કોઈ વ્યક્તિ પાસે તેને માર ખવડાવશે તેવી સ્વામીએ ધમકી આપી હોવાની વાત મહિલાએ મીડિયાના કેમેરા સામે કસરી હતી…..!
અનેકવખત પોતાની સાથે થઈ રહેલી કનડગત ને કારણે કંટાળીને યુવતીએ ફરિયાદ કરતા મામલો સામે આવ્યો હોવાની માહિતી મલીછે. રૂમમાં ચાદર બદલવાની અને અન્ય કામકાજ માંટે અંદર બોલાવીને અવાર નવાર સ્વામિનારાયણ મંદિરની શ્રદ્ધા ઉપર કલંક લગાડનાર આવા અનેક પાપી સ્વામીઓ ને કારણે આસ્થા ઉપર સવાલ ઉઠવા પામ્યા છે તેમજ આ રીતે સન્યાસી ના વેશમાં બેઠેલા સાધુઓ દ્વારા મંદિરમાં આવતી મહિલાઓ ઉપર ઘટના બનતા લોકોમાં પણ જેને પૂજનીય ગણતા હોય તેવા સ્વામીઓ ઉપર રોષની લાગણી જોવા મળે તે સ્વાભાવિક છે, સમાજમાં ધાર્મિક આસ્થા સાથે કોઈ આવા પ્રકારની લંપટ લીલા કરીને સમાજની મહિલાઓ,યુવતીઓ અને દીકરીઓ ને અભડાવે તે બાબતે હવે દ્વારકા સ્વામિનારાયણ સંપ્રદાય કેવા પ્રકારના પગલાં ભરેછે તે જોવાનું રહયું,તેમજ જે કોઈ આવા પ્રકારના સંપ્રદાય હોય જ્યાં પુરુષ સન્યાસી કે સાધુઓ રહેતાં હોય ત્યાં સમાજની મહિલાઓ કે યુવતીઓ કે દિકરીઓએ ન જવું જોઈએ તેવી વ્યવસ્થા પણ કરવી જોઈએ જેથી વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી અટકાવી શકાય,દર્શન કરવા મંદિરમાં ફક્ત પોતાનાં પરિવારના લોકો સાથે હોય ત્યારેજ જવું જોઈએ તેવી પણ વ્યવસ્થા ગોઠવી જોઈએ જે સમાજમાં રહેતી બહેન અને દીકરીઓ માંટે સુરક્ષા રૂપી વ્યવસ્થા કહી શકાય અને જેને કારણે આવા લંપટ લોકો સાધુના વેશમાં શેતાન બનીને કોઈ બેન,દીકરીની આબરૂ ઉપર હાથ નાખી શકે નહીં…!!