Face Of Nation 23-07-2022 : કોવિડ-19 મહામારી બાદ હવે મહારાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂનું જોખમ વધવા લાગ્યું છે. રાજ્યભરમાં એચ1 એન1 ફ્લૂ વાયરસ એટલે કે સ્વાઈન ફ્લૂના કારણે અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે. તેમજ અત્યાર સુધીમાં 142 લોકોને સ્વાઈન ફ્લૂનો ચેપ લાગ્યો છે. આ દરમિયાન સ્વાઈન ફ્લૂના દર્દીઓની વધતી જતી સંખ્યાએ વહીવટીતંત્રની ચિંતામાં પણ વધારો કર્યો છે. મહારાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂના સૌથી વધુ દર્દીઓ મુંબઈમાં છે. આ અંગે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ એલર્ટ કરવામાં આવ્યું છે.
ત્રણ લોકો સ્વાઈન ફ્લૂને કારણે મૃત્યુ પામ્યા
મુંબઈમાં સ્વાઈન ફ્લૂના 43, પુણેમાં 23, પાલઘરમાં 22, નાશિકમાં 17, નાગપુરમાં 14, કોલ્હાપુરમાં 14, થાણે અને કલ્યાણ-ડોમ્બિવલીમાં બે-બે દર્દીઓ નોંધાયા છે. પુણે અને થાણેમાં બે-બે અને કોલ્હાપુરમાં ત્રણ લોકો સ્વાઈન ફ્લૂને કારણે મૃત્યુ પામ્યા છે. તો બીજીતરફ તાવ જેવા લક્ષણોની અવગણના ખતરનાક બની શકે છે તેવો ડર આરોગ્ય નિષ્ણાતો સેવી રહ્યા છે. એટલા માટે લોકોને ખરાબ તબિયતના કિસ્સામાં ડૉક્ટરની સલાહ લેવાની અપીલ કરવામાં આવી રહી છે. સેંકડો લોકોમાં સ્વાઈન ફ્લૂ જેવા લક્ષણો જોવા મળ્યા છે, પરંતુ તપાસ બાદ ઈન્ફેક્શન ચોક્કસ ખબર પડી શકશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).