Home Sports Ind vs Pak, T20 WC LIVE: પાકિસ્તાનની ઈનિંગ શરૂ, જીતવા માટે મળ્યો...

Ind vs Pak, T20 WC LIVE: પાકિસ્તાનની ઈનિંગ શરૂ, જીતવા માટે મળ્યો 152 રનનો ટાર્ગેટ

Face Of Nation, 24-10-2021: આઈસીસી ટી20 વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન (PAK vs IND) ની ટીમ આમને-સામને છે. દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં આ મુકાબલો રમાઈ રહ્યો છે. અત્યાર સુધી ટી20 વિશ્વકપમાં પાકિસ્તાન ક્યારેય ભારતને હરાવી શક્યું નથી. બંને ટીમો વચ્ચે પાંચ મુકાબલા રમાયા છે, જેમાં ભારતનો વિજય થયો છે.

  • રવિન્દ્ર જાડેજા 13 રન બનાવી આઉટ
  • ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એક છેડો સાવચી રાખતા 45 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.
  • ભારતે 84 રનના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી છે. રિષભ પંત 30 બોલમાં બે સિક્સ અને બે ફોર સાથે 39 રન બનાવી આઉટ થયો છે. આ સફળતા શાદાબ ખાનને મળી છે.
  • પાકિસ્તાન સામેના મુકાબલામાં ભારતે 10 ઓવરમાં 3 વિકેટે 60 રન કર્યા છે. ભારતે રોહિત શર્મા, કેએલ રાહુલ અને સૂર્યકુમારની વિકેટ ગુમાવી છે. કેપ્ટન કોહલી અને રિષભ પંત મેદાનમાં છે.
  • ભારતીય ટીમે 9 ઓવરમાં પોતાનો સ્કોર 50ને પાર કરી લીધો છે. વિરાટ કોહલી 24 અને પંત 13 રન બનાવી ક્રીઝ પર છે.
  • ભારતે પ્રથમ છ ઓવરમાં ત્રણ વિકેટે 36 રન બનાવ્યા છે. રોહિત શર્મા, કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવ આઉટ થયા છે. રિષભ પંત અને વિરાટ કોહલી ક્રીઝ પર છે.
  • શાહીન શાહ આફ્રિદીએ ત્રીજી ઓવરમાં ભારતને મોટો ઝટકો આપ્યો છે. રોહિત શર્મા બાદ આફ્રિદીએ કેએલ રાહુલને બોલ્ડ કર્યો છે.
  • ભારતને પ્રથમ ઓવરમાં ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા શૂન્ય રન બનાવી શાહીન આફ્રિદીનો શિકાર બન્યો છે.
  • ભારતીય ટીમની ઈનિંગ શરૂ થઈ ગઈ છે. રોહિત શર્મા અને કેએલ રાહુલે ઈનિંગની શરૂઆત કરી છે.

પાકિસ્તાનઃ બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, ફખર જમાન, મોહમ્મદ હાફીઝ, શોએબ મલિક, આસિફ અલી, ઇમાદ વસીમ, શાદાબ ખાન, હસન અલી, હારિસ રાઉફ, શાહીન આફ્રિદી.

ભારતઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.

પાકિસ્તાને ટોસ જીત્યો
પાકિસ્તાને ભારત સામે મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)