Face Of Nation, 05-11-2021: ભારતીય ક્રિકેટ ટીમે અફઘાનિસ્તાનને 66 રને હરાવીને T20 વર્લ્ડ કપ 2021માં પોતાની પ્રથમ જીત હાંસલ કરી હતી. અફઘાનિસ્તાન સામે શાનદાર જીત છતાં ભારતીય ટીમ માટે સેમિફાઇનલનો રસ્તો આસાન નથી. ટીમ ઈન્ડિયાએ માત્ર આગામી બે મેચ જીતવાની જ નહીં પરંતુ મોટા માર્જિનથી જીત પણ પોતાના નામે કરવી પડશે. આટલું જ નહીં, અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચનું પરિણામ પણ ટીમ માટે મહત્વપૂર્ણ રહેશે.
ભારતે હવે સ્કોટલેન્ડ સામે સુપર 12 તબક્કાની તેની ચોથી ગ્રુપ મેચ રમવાની છે. શુક્રવારે યોજાનારી આ મેચમાં ભારતીય ટીમ પોતાની પૂરી તાકાત સાથે રમવા ઉતરશે અને પોતાના અગાઉના પ્રદર્શનમાં સુધારો કરવા ઈચ્છશે.
ભારતીય ટીમ હાલમાં ત્રણમાંથી એક મેચ જીત્યા બાદ 0.073ના રન રેટ સાથે પોઈન્ટ ટેબલ પર ચોથા સ્થાને છે અને સેમીફાઈનલમાં પહોંચવા માટે અફઘાનિસ્તાનની જીતની પણ આશા રાખવી પડશે.
આ ટૂર્નામેન્ટ ખાસ કરીને સુપર 12 સ્ટેજ, સ્કોટલેન્ડ ટીમ માટે ખાસ સારું રહ્યું ન હતું. જો કે ટીમે ન્યુઝીલેન્ડ સામે થોડી લડત આપવાનો પ્રયાસ કર્યો અને કીવીઓ પર દબાણ જાળવી રાખ્યું પરંતુ 16 રને જીતથી ચુકી ગઈ. આવી સ્થિતિમાં ભારતીય ટીમ તેમને હળવાશથી લેવાનું પસંદ કરશે નહીં.
ભારત:
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ
સ્કોટલેન્ડ:
જ્યોર્જ મુન્સે, કાયલ કોએત્ઝર (સી), રિચી બેરિંગ્ટન, મેથ્યુ ક્રોસ, અલાસ્ડેર ઈવાન્સ, ક્રિસ ગ્રીવ્ઝ, માઈકલ લીસ્ક, કેલમ મેકલિયોડ, સફયાન શરીફ, માર્ક વોટ, બ્રેડલી વ્હીલ (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)