Home Sports વર્લ્ડકપમાં આજે ભારત પાકિસ્તાન વચ્ચે હાઈવોલટેજ મુકાબલો, દેશભરમાં ચાહકોમાં મેચને લઈ રોમાંચ

વર્લ્ડકપમાં આજે ભારત પાકિસ્તાન વચ્ચે હાઈવોલટેજ મુકાબલો, દેશભરમાં ચાહકોમાં મેચને લઈ રોમાંચ

Face Of Nation, 24-10-2021: T20 વર્લ્ડકપમાં આજે ક્રિકેટના મેદાનમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે, ક્રિકેટ ચાહકો આ મુકાબલાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કાશ્મીર સરહદે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ અને પરપ્રાંતિય શ્રમિકોની હત્યા અને દેશના કેટલાક નેતાઓ અને નાગરિકોના વિરોધ તેમજ નારાજગી વચ્ચે આજે ટી-20 વર્લ્ડ કપની સૌથી રોમાંચક અને મેગા મુકાબલા સમાન મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. વિશ્વમાં જયાં જયાં ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો વસતા હશે ત્યાં અત્યારથી જ તેઓના દિલની ધડકન વધવાની શરૂ થઈ ચૂકી છે.

ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 કલાકે મેચ શરૂ થશે. ટોસ 7 કલાકે થશે. ટોસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ પસંદ કરશે.

ટી20 વર્લ્ડકપના લાઇવ ટેલિકાસ્ટના અધિકાર સ્ટાર નેટવર્કની પાસે છે.  ભારતમાં લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર નેટવર્કની ચેનલો પર થશે. ભારતીય ઉપમહાદ્વીપ શ્રીલંકા, ભૂટાન, બાંગ્લાદેશ અને માલદીવ ઉપરાંત અન્ય દેશોમાં પણ આ નેટવર્ક પર આ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ બતાવવામાં આવશે. ફેન્સ સ્ટાર સ્પૉર્ટ્સ 1, સ્ટાર સ્પૉર્ટ્સ 1 એચડી,  સ્ટાર સ્પૉર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પૉર્ટ્સ 2 , સ્ટાર સ્પૉર્ટ્સ 2 એચડી, અને સ્ટાર સ્પૉર્ટ્સ 2 હિન્દી ની ચેનલ્સ પર તમામ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ જોઇ શકો છો. આ ઉપરાંત તમે ડિઝ્ની હૉટસ્ટાર એપ પર પણ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકો છો.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)