Face Of Nation 03-07-2022 : લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાહકોની ફેવરિટ છે. આ સિરિયલ 2008થી શરૂ થઈ છે. આ સિરિયલે હાલમાં જ 3500 એપિસોડ પૂરા કર્યા છે. હિંદી સિરિયલમાં પહેલી કોમેડી સિરિયલ છે, જેના 3500 એપિસોડ પૂરા થયા છે.
અસિત મોદીએ સેટ પર કેક કટ કરીને સેલિબ્રેશન કર્યું
સિરિયલના 3500 એપિસોડ પૂરા થતાં અસિત મોદીએ સેટ પર કેક કટ કરીને સેલિબ્રેશન કર્યું હતું. કેક કટિંગ સેરેમનીમાં અસિત મોદી ઉપરાંત જેઠાલાલ (દિલીપ જોષી), બાઘા (તન્મય વેકરિયા), સોઢી (બલવિંદર સિંહ સૂરી), નવા નટુકાકા (કિરણ ભટ્ટ), ડિરેક્ટર માલવ રાજડા તથા અન્ય ક્રૂ મેમ્બર્સ હોય છે. જેઠાલાલે કેક કાપી હતી. સેટને ડેકોરેટ પણ કરવામાં આવ્યો હતો.
3500 એપિસોડ પૂરા થતાં વીડિયો શૅર
‘તારક મહેતા..’ના 3500 એપિસોડ પૂરા થતાં સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં સિરિયલની જર્ની બતાવવામાં આવી છે. સિરિયલે એક પછી એક સફળતાના સોપાન સર કર્યા તેની એક ઝલક જોવા મળે છે. તો બીજીતરફ ડિરેક્ટર માલવ રાજડાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘જીવન માઇલસ્ટોનનું નહીં, પરંતુ ક્ષણોનું નામ છે… અને 3500 એપિસોડની આ જર્નીમાં અગણિત ક્ષણો છે. આ શાનદાર જર્ની માટે અમારી પૂરી ટીમનો આભાર… સૌથી મોટો આભાર દર્શકોને, તેમણે આ વાત સંભવ બનાવી છે.’
28મી જુલાઈ, 2008થી સિરિયલ ચાલે છે
ગુજરાતી કોલમિસ્ટ તારક મહેતાની કોલમ ‘દુનિયાને ઊંધા ચશ્મા’ પરથી અસિત મોદીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ બનાવી છે. આ સિરિયલ 28મી જુલાઈ, 20008ના રોજ શરૂ થઈ હતી. આ સિરિયલમાં અત્યાર સુધી ઘણાં કલાકારોએ સાથ છોડ્યો ને આ નવા કલાકારો પણ આવ્યા છે. સિરિયલને દિશા વાકાણી (દયાભાભી), ઝીલ મહેતા (સોનુ), નિધિ ભાનુશાલી (સોનુ), ભવ્ય ગાંધી (ટપુ), મોનિકા ભદોરિયા (બાંવરી), ગુરુચરણ સિંહ (સોઢી), લાલ સિંહ માન (સોઢી), દિલખુશ રિપોર્ટર (રોશન સોઢી), નેહા મહેતા (અંજલિભાભી)એ અલવિદા કહ્યું છે. કવિ કુમાર આઝાદ (ડૉ. હાથી)નું વર્ષ 2018માં કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. ગયા વર્ષે ઘનશ્યામ નાયક (નટુકાકા)નું નિધન થયું હતું. નટુકાકાના સ્થાને નવા નટુકાકાનો રોલ કિરણ ભટ્ટ પ્લે કરે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).