ફેસ ઓફ નેશન, (ધવલ પટેલ) 01-04-2020 : બીમારીનો કોઈ ધર્મ નથી હોતો ત્યારે મરકજ ઉપર પ્રતિબંધ મુકવાની વાત સમગ્ર દેશના લોકોમાં ચર્ચાઈ રહી છે. સવાલ એ ઉભા થઇ રહ્યા છે કે મરકજની આડમાં તબ્લીગ જમાતે ભારતમાં કોરોના ફેલાવવાનું ષડયંત્ર રચ્યું છે ? હાલ તબ્લીગી જમાતના કારણે સમગ્ર દેશ અને રાજ્યો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.આ અંગે વાત કરતા જાણીતા ધર્મગુરૂ પ.પૂ. જ્યોતીર્નાથ બાપુએ જણાવ્યું હતું કે, ધર્મની ઉપર દેશ છે અને દેશની ઉપર હાનિ કરતી પ્રવૃત્તિ કરનારા લોકો દેશદ્રોહીઓ છે જેથી તેમને જેલમાં ધકેલી દેવા જોઈએ.
તબ્લીગ જમાતનું હેડક્વાર્ટર આજે દેશમાં ફેલાયેલી મહામારીનું કેન્દ્ર બની ગયું છે ત્યારે આ મરકજમાં યોજાયેલી ઈજતેમામાં ભાગ લેવા આવેલા તમામ લોકો સામે ગુનો નોંધવો જોઈએ. સામાન્ય નાગરિક જો કોરન્ટાઈનનો ભંગ કરે છે કે સામાન્ય નાગરિક જો લોકડાઉનનો ભંગ કરે છે તો તેની સામે ગુનો નોંધી દેવામાં આવે છે ત્યારે દેશને વધુ ખતરામાં નાખનારા લોકો સામે કેમ ગુનો નોંધવામાં ન આવે ? ભારતના અલગ અલગ રાજ્યોમાં હજુ પણ આ ઇજટમામાં ભાગ લઈને ગયેલા લોકો છુપાઈને બેઠા છે. કોઈ સામે આવી રહ્યું નથી. સરકાર અને પોલીસ તંત્ર આવા લોકોને પકડવા અર્થાગ પ્રયાસો કરી રહી છે ત્યારે આવા સમયે છુપનારા સામે કે માહિતી છુપાવનારાઓ સામે પણ ગુનો નોંધવામાં આવે તે જરૂરી છે. આ પ્રોગ્રામ અહીં થયો ત્યારે પાકિસ્તાનમાં પણ પોગ્રામ હતો. પાકિસ્તાનમાં પોગ્રામ પૂરો થયા પછી તમામ લોકોને પોતપોતાના ઘરે જતા રહેવા જણાવ્યું હતું અને લોકો જતા પણ રહ્યા હતા પરંતુ ભારતમાં લોકો છુપાઈને બેઠા હતા. 15 માર્ચે ઈજતેમાનું આયોજન પૂરું થઇ ગયું હોવા છતાં અનેક લોકો ત્યાં રોકાઈ રહ્યા હતા.
https://youtu.be/ix23jHh0BWs
Exclusive : ભારતમાં પ્રથમ ત્રણ કોરોના પોઝિટિવ મહિલા દર્દીઓ વુહાનથી આવી હતી
બેદરકારી : “મૌલાના સાદને મરકઝ ન કરવા કહ્યુ હતુ પણ તેઓ માન્યા નહી”