Face Of Nation, 26-09-2021: તાલિબાન સત્તા પર આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. તાલિબાનોએ શરિયા કાયદા હેઠળ લોકોને ક્રૂર રીતે સજા આપવાનું શરૂ કર્યું છે. નવીનતમ તસવીર હેરાન કરનારી છે, જ્યાં એક વ્યક્તિને તાલિબાન દ્વારા હત્યા કર્યા બાદ જાહેરમાં ફાંસી આપવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. તેને અફઘાન પત્રકાર હિઝબુલ્લાહ ખાને ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું- ‘તાલિબાનોએ શહેરોમાં જાહેરમાં મોત આપવાનું શરૂ કર્યું છે. આ હેરાન કરનારી ઘટના છે. ‘
અફઘાનિસ્તાનમાં એક મહિનામાં લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ધંધા બંધ થઈ ગયા છે. જીડીપી ખરાબ સ્થિતિમાં છે. વિદેશી સંસ્થાઓ અને અમેરિકા દ્વારા દેશની સંપત્તિ પહેલાથી જ ફ્રિઝ કરી દેવામાં આવી છે. યુએન પહેલેથી જ અફઘાનિસ્તાનમાં ભૂખમરાથી લોકોના મૃત્યુની જાહેરાત કરી ચૂક્યું છે. આવી સ્થિતિમાં કાબુલમાં ગરીબ પરિવારો પોતાના બાળકોને વેચવા માટે મજબૂર થયા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Taliban started public executions in the cities.
This is Herat. pic.twitter.com/1fqJNTbTuC
— Hizbullah Khan (@HizbkKhan) September 25, 2021
આ વીડિયો અફઘાન પત્રકાર હિઝબુલ્લા ખાને પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું, અફઘાનિસ્તાનમાં આ દુ:ખદ દ્રશ્ય. લોકો હવે ગરીબીને કારણે પોતાના બાળકોને વેચવા માટે મજબૂર યા છે. આમાં એક વ્યક્તિ બાળકને ખોળામાં પકડી રહી છે અને બીજા હાથમાં બાળકીનો હાથ પકડી રહ્યો છે. તે પક્તોમાં કંઈક બડબડી રહ્યો છે. આ દરમિયાન, એક મહિલા જમીન પર બેઠેલી જોવા મળે છે, જે બુરખામાં છે. તે કદાચ પુરુષની પત્ની છે. એક માણસ તેના ખોળાનું બાળક તેની પત્નીને આપે છે.
હિઝબુલ્લા ખાન અફઘાનિસ્તાનના વરિષ્ઠ પત્રકાર છે. તેમના વૈશ્વિક અખબારો જેમ કે, જેરુસલેમ પોસ્ટ, ધ ઈન્ડિપેન્ડન્ટ, ધ ગ્લોબ પોસ્ટ, ધ ડિપ્લોમેટમાં લેખો પ્રકાશિત થાય છે. તેઓ અફઘાનિસ્તાનની તાજેતરની સ્થિતિ પર સતત વિશ્વના તમામ મોટા અખબારોને અહેવાલો મોકલી રહ્યા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)