Face Of Nation, 17-08-2021: અફઘાનિસ્તાનમાં હવે તાલિબાન રાજ આવી ગયું છે. આ સાથે જ ત્યાંથી અફઘાની નાગરિકો અને વિદેશી નાગરિકોનો દેશ છોડવાનો સિલસિલો ચાલુ થઈ ગયો છે. આ બધા વચ્ચે તાલિબાને ભારત વિશે એક મોટું નિવેદન આપ્યું છે. તાલિબાને કહ્યું છે કે ભારત અફઘાનિસ્તાનમાં જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું હતું તેને પૂરા કરવા જોઈએ. ભારત અફઘાનિસ્તાનમાં અનેક વિકાસ યોજનાઓ પર કામ કરી રહ્યું છે અને ત્યાં લગભગ 3 અબજ ડોલરનું રોકાણ કર્યું છે.
તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીને પાકિસ્તાનની હમ ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે ભારતે અફઘાનિસ્તાનમાં પોતાના પ્રોજેક્ટ પૂરા કરવા જોઈએ. કારણ કે તે જનતા માટે છે. આ બાજુ પાકિસ્તાની ન્યૂઝ એંકરે સવાલ પૂછ્યો કે ભારતે અફઘાનિસ્તાનમાં મોટું રોકાણ કર્યું છે પરંતુ ક્યારેય તાલિબાનને માન્યતા આપી નથી જ્યારે ભારતના અનેક કન્સ્યૂલેટ્સ અફઘાનિસ્તાનમાં છે. હવે આ બદલતા હાલાતમાં શું સ્થિતિ હશે? જેના જવાબમાં પ્રવક્તાએ કહ્યું કે અમે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈ દેશને પોતાનો હેતુ પૂરો કરવા કે કોઈ બીજા દેશ વિરુદ્ધ અદાવત કાઢવા માટે કરવા નહીં દઈએ. તેઓ અહીં આવીને પોતાના પ્રોજેક્ટ પૂરા કરી શકે છે કારણ કે તે જનતા માટે છે.
પાકિસ્તાની ચેનલ સાથે તાલિબાની પ્રવક્તાની વાતચીતનો આ વીડિયો પત્રકાર રેઝુલ હસન લસ્કરે ટ્વિટર પર શેર કર્યો છે.
Taliban spox @suhailshaheen1 on India:
*no country will be allowed to use Afghan soil against others
*India can complete its incomplete reconstruction & infrastructure projects in #Afghanistan pic.twitter.com/TDHdAuc7Er— Rezaul Hasan Laskar (@Rezhasan) August 16, 2021
આ બાજુ ભારત અફઘાનિસ્તાનના મુદ્દે અમેરિકા સાથે સતત વાતચીત કરી રહ્યું છે. ભારતીય વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકરે સોમવારે અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકન સાથે વાત કરી હતી. આ ઉપરાંત અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે પણ એસ.જયશંકર સાથે વાત કરી. અત્રે જણાવવાનું કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ બ્લિંકને તે તમામ દેશના વિદેશ મંત્રીઓ સાથે વાત કરી છે, જેમણે અફઘાનિસ્તાનમાં વિકાસ યોજનાઓ પર ખુબ રોકાણ કર્યું છે જેમાં ભારત પણ સામેલ છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)