Face of Nation 13-01-2022: ભારત દેશ અને ખાસકરીને ગુજરાત માટે એક ઘણાં સારા સમાચાર ખેલજગતથી સામે આવ્યા છે.ગુજરાતની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે સમગ્ર વિશ્વમાં દેશ સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.મહેસાણાની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે આંતરરાષ્ટ્રીય સ્તરે જુનિયર ખેલાડી તરીકે વિશ્વ રેન્કિંગમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે.તસનીમ મીર મહેસાણાના પોલીસકર્મીની પુત્રી છે. ઉલ્લેખનીય છે કે, જે સિંધુ અને સાઈના ના કરી શક્યા તે મહેસાણા પોલીસના ASIની દીકરીએ કરી બતાવ્યું, આમ તસનીમ મીર ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની છે.
Finally… World No.1
I am thankful to all supporters & Well wishers. @sanghaviharsh @CMOGuj @OGQ_India @sag_shaktidoot @Media_SAI @BAI_Media @victorsport_in @YonexInd pic.twitter.com/z9koqoFCfe
— Tasnim Mir (@Tasnimmir_india) January 12, 2022
બુધવારના રોજ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન તરફથી અંડર 19 માટે રેન્કિંગની જાહેરાત કરવામાં આવી હતી જેમાં તસનીમ 10,810 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમાંક પર હતી. ઉલ્લેખનીય છે કે તસનીમે વર્ષ 2017માં ફુલેલા ગોપીચંદ એકેડમીથી તાલીમની શરુઆત કરી હતી. તસનીમના મિક્સ્ડ ડબલ્સ પાર્ટનર અયાન રશિદની તાલીમ ગુવાહાટીમાં અસમ બેડમિન્ટન એકેડમીમાં થતી હોવાને કારણે તસનીમે પણ 2020થી ત્યાં તાલીમ મેળવવાનો નિર્ણય લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, સાઈના નેહવાલ અને પીવી સિંધુ પર આ સિદ્ધી હાસલ નહોતા કરી શક્યા. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા વર્ષ 2011માં જૂનિયર રેન્કિંગ આપવાની શરુઆત કરવામાં આવી જેથી સાઈના તેમાં સામેલ નથી થઈ શકી. સિંધુ જૂનિયર કેટેગરીમાં વર્લ્ડ નંબર 2 સુધી પહોંચી શકી હતી. હવે તસનીમ મીરે નંબર વન બનીને માત્ર ગુજરાત જ નહીં દેશનું નામ રોશન કર્યું છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).