Home Uncategorized 68 વર્ષ પછી ફરીથી ટાટાએ “પોતાની” એર ઇન્ડિયા સરકાર પાસેથી હસ્તગત કરી,...

68 વર્ષ પછી ફરીથી ટાટાએ “પોતાની” એર ઇન્ડિયા સરકાર પાસેથી હસ્તગત કરી, ટાટાના શેરમાં વધારો થવાની સંભાવના

Face Of Nation, 01-10-2021 : 1932માં ટાટા ગ્રુપે શરુ કરેલી એર ઇન્ડિયા ફરીથી આજે સરકાર પાસેથી પોતાના હસ્તગત કરી છે. એર ઈન્ડિયા હવે ટાટા ગ્રુપની થઈ ગઈ છે. ટાટા ગ્રુપે એર ઇન્ડિયાના બીડની બોલી જીતી છે. સરકારે ટાટા સન્સની બોલીનો સ્વીકાર કર્યો છે. સરકારે એર ઇન્ડિયાનો 100 ટકા હિસ્સો વેચવા માટે ટેન્ડર મંગાવ્યું હતું. એર ઈન્ડિયાની બીજી કંપની એર ઈન્ડિયા સેન્ટ્સ(AISATS)માં સરકાર તેની સાથે 50 ટકા હિસ્સો વેચશે.એર ઈન્ડિયા માટે ટાટા ગ્રુપ અને સ્પાઈસ જેટના અજય સિંહે બોલી લગાવી હતી. ઉલ્લેખનીય છે કે સરકાર આ બીજી વખત એર ઈન્ડિયામાં પોતાનો હિસ્સો વેચવાની કોશિશ કરી રહી છે. આ પહેલાં 2018માં સરકારે કંપનીમાં 76 ટકા હિસ્સો વેચવાની કોશિશ કરી હતી, પરંતુ એને કોઈ રિસ્પોન્સ મળ્યો નહોતો. એર ઈન્ડિયાની શરૂઆત 1932માં ટાટા ગ્રુપે જ કરી હતી. જે.આર.ડી. ટાટાએ એની શરૂઆત કરી હતી. તેઓ પોતે પણ એક કુશળ પાયલોટ હતા.બીજા વિશ્વ યુદ્ધ પછી ભારતમાંથી સામાન્ય હવાઈ સેવાની શરૂઆત થઈ અને ત્યારે તેનું નામ એર ઈન્ડિયા રાખીને સાર્વજનિક ક્ષેત્રની કંપની બનાવવામાં આવી. વર્ષ 1947માં દેશની આઝાદી પછી એક રાષ્ટ્રીય એરલાઈન્સની જરૂરિયાત અનુભવાઈ અને ભારત સરકારે એર ઈન્ડિયામાં 49 ટકાના હિસ્સાનું અધિગ્રહણ કર્યું. તે પછી 1953માં ભારત સરકારે એર કોર્પોરેશન એક્ટ પાસ કર્યો અને ટાટા ગ્રુપ પાસેથી કંપનીમાં મોટાભાગનો હિસ્સો ખરીદી લીધો. આ રીતે એર ઈન્ડિયા સંપૂર્ણ રીતે એક સરકારી કંપની બની ગઈ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

મહિનાની શરૂઆતે જનતાને મોંઘવારીની વધુ એક ભેટ : જાણો સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં કર્યો કેટલો તોતિંગ વધારો

ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવવાનો સિલસિલો યથાવત, અ’વાદના કાલુપુર રેલ્વે સ્ટેશન ઉપરથી 3 કરોડનું ડ્રગ્સ પકડાયું