Home Gujarat અમદાવાદીઓએ 2 મહિનામાં જ 412 કરોડ રૂપિયાનો એડવાન્સ ભર્યો ટેક્સ, 56% લોકોએ...

અમદાવાદીઓએ 2 મહિનામાં જ 412 કરોડ રૂપિયાનો એડવાન્સ ભર્યો ટેક્સ, 56% લોકોએ ઓનલાઇન ભર્યો ટેક્સ, 4 લાખ કરદાતાએ ‘ટેક્સ રિબેટ’નો લીધો લાભ!

Face Of Nation 28-05-2022 : અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન (AMC)નો વહીવટ ટેક્સની આવક તથા ગ્રાન્ટ આધારિત છે. છેલ્લાં કેટલાંક સમયથી અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓએ ટેક્સની આવકમાં વધારો કરવા માટે રીતસરની ઝુંબેશ હાથ ધરી છે. કરદાતાઓને આકર્ષવા માટે છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્ક્રીમ ચાલુ કરી છે. ચાલુ નાણાકીય વર્ષમાં કોર્પોરેશન દ્વારા કરદાતાઓને એડવાન્સ ટેક્સ ભરવા માટે જાહેર કરેલી ઑફરના પ્રથમ ફેઝ (22-4-22થી 21-5-22 સુધી)નો જ 4 લાખ જેટલાં કરદાતાઓએ લાભ લીધો છે. આ કરદાતાઓએ 412 કરોડથી વધુ રકમ ટેક્સ પેટે કોર્પોરેશનમાં ભરી છે, જેમાં સૌથી વધુ 120.30 કરોડ તો પશ્ચિમ ઝોનના કરદાતાઓએ ટેક્સની રકમ જમા કરાવી છે.
ઓનલાઇનમાં 1 ટકા વધારે એટલે કે 11 ટકા ડિસ્કાઉન્ટ
આ કરદાતાઓ પૈકી અંદાજે 56 ટકા લોકોએ ઓનલાઇનના માધ્યમથી ટેક્સની રકમ ભરી છે. આમ તો શહેરીજનો ઓનલાઇન પેમેન્ટ કરવા લાગ્યા છે, પરંતુ કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલી આ સિસ્ટમમાં પ્રથમ વખત કરદાતાઓએ ઓનલાઇન ટેક્સની રકમ જમા કરાવીને (તડાકો કે રેકોર્ડ) સર્જી દીધો છે. ઓફલાઇન કરતાં ઓનલાઇનમાં 1 ટકા વધારે એટલે કે 11 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
કુલ ટેક્સમાં પશ્ચિમ ઝોનનો હિસ્સો 29 ટકા કરતા વધુ
ટકાવારીની દૃષ્ટિએ 29 ટકા કરતાં વધુ રકમ માત્ર પશ્ચિમ ઝોનના કરદાતાઓએ ભરી છે. જયારે ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન કોર્પોરેશનને થયેલી ટેક્સની આવક સામે ચાલુ વર્ષની આવકની સરખામણી કરીએ તો મધ્ય ઝોનમાં ડબલ ગણાં કરતાં વધારે આવક કોર્પોરેશનને થઇ છે. ગત વર્ષે 27.59 કરોડ આવક થઇ હતી. તેની સામે આ વર્ષે 59.88 કરોડની આવક થઇ છે, 117.06% આવકમાં વધારો થયો છે.
એડવાન્સ ટેક્સ રીબેટનો લાભ લીધો
AMC દ્વારા વર્ષ 2022-23માં સૌ પ્રથમ વાર ડિજિટલ ઇન્ડિયાને વેગ આપતી Early Bird Incentive વાળી તબક્કાવાર એડવાન્સ ટેક્સ રીબેટ યોજના તા.22-4-2022ના રોજ જાહેરાત કરવામાં આવી હતી. 22-4-2022થી 21-5-2022ના પ્રથમ તબક્કામાં જ અંદાજે 4 લાખ જેટલાં કરદાતાઓએ એડવાન્સ ટેક્સ રીબેટનો લાભ લીધો છે. પ્રોપર્ટી ટેક્સની કુલ આવક 412.88 કરોડ થવા પામી છે, તેમાંથી 56 ટકા જેટલી આવક ઓનલાઇન માધ્યમથી થઇ હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).