Face Of Nation 13-04-2022 : AMC સ્કૂલ બોર્ડની સ્કૂલોમાં અભ્યાસ કરાવતા શિક્ષકો અને પેન્શનરોનો પગાર 1 તારીખે થવાનો હતો તે હજુ થયું નથી. જેને લઈને શિક્ષકો રોષે ભરાયા છે. શિક્ષકોનું કહેવું છે કે, પગાર ના થતા ઘરના ખર્ચ અને બેન્કમાંથી લીધેલી લોનના હપ્તા ભરવામાં તકલીફ પડી રહી છે. જ્યારે શાસનાધિકારીએ કહ્યું કે, 15 એપ્રિલ સુધી પગાર થઇ જશે. તો બીજીતરફ આ અંગે શાસનાધિકારી એલ.ડી.દેસાઈને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, માર્ચ મહિનો હિસાબી મહિનો હોવાથી કેટલાક વહીવટી કારણોસર પગાર થયો નથી. પરંતુ 15મી એપ્રિલ સુધી પગાર થઇ જશે.
એપ્રિલના 2 સપ્તાહ થવા છતાં પગાર નથી થયો
માર્ચ મહિનો હોવાથી પગાર 2-3 દિવસ મોડો થવાની શક્યતા હતી. પરંતુ મહિનાના 2 અઠવાડિયા પુરા થવા આવ્યા છતાં પગાર ના થતા શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે. દર મહીને કરવામાં આવતા ખર્ચ તથા લોનના હપ્તા ભરવામાં તકલીફ પડી રહી હોવાનું શિક્ષકોએ જણાવ્યું હતું. કુલ 4200 શિક્ષકો અને 5000 પેન્શનરોનો પગાર અને પેન્શન બાકી છે.
ગ્રાન્ટ મેમો ન મળતા પગાર અટક્યો!
આ અંગે શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું હ્તું કે, પગાર થયો નથી અને હજુ સુધી ગ્રાન્ટ મેમો મળ્યો નથી, ગ્રાન્ટ મેમો મળ્યા બાદ પણ 3-4 દિવસ થતા હોય છે, જેથી પગાર 20 તારીખ સુધી થાય તેવું લાગતું નથી, બીજી તરફ શિક્ષકોને આર્થિક મુશ્કેલી પડી રહી છે તે બાબતે વિચારીને સરકાર તાત્કાલિક પગાર કરે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).