Home Sports ICC T20 World Cup માટે ભારતીય ટીમ જાહેર, જાણો કોને મળી તક,...

ICC T20 World Cup માટે ભારતીય ટીમ જાહેર, જાણો કોને મળી તક, કોણ થયું બહાર

Face Of Nation, 08-09-2021: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) એ આગામી 17 ઓક્ટોબરથી શરૂ થતા આઈસીસી ટી20 વિશ્વકપ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ સિવાય બીસીસીઆઈએ ત્રણ રિઝર્વ ખેલાડીઓની પણ પસંદગી કરી છે. આજે મુંબઈમાં અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિની બેઠક મળી હતી. આ બેઠક બાદ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટી20 વિશ્વકપની શરૂઆત 17 ઓક્ટોબરથી ક્વોલિફાયર રાઉન્ડ સાથે થશે. જ્યારે સુપર-12 મુકાબલાની શરૂઆત 23 ઓક્ટોબરથી થશે અને ફાઇનલ મેચ 14 નવેમ્બરે રમાશે.
ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર.
રિઝર્વ ખેલાડીઓઃ શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને આઈસીસી ટી20 વિશ્વકપ માટે મેન્ટોરની જવાબદારી સોંપી છે. તે કોચ રવિ શાસ્રી સાથે કામ કરશે. આ રીતે ટીમ ઈન્ડિયામાં ફરી ધોનીની વાપસી થઈ છે.
અનુભવી ઓપનર શિખર ધવનને ટી20 વિશ્વકપની ટીમમાં તક મળી નથી. ધવનને બીસીસીઆઈએ બહાર કરી દીધો છે. તો રવિચંદ્રન અશ્વિનની ચાર વર્ષ બાદ લિમિટેડ ઓવર્સ ક્રિકેટની ટીમમાં વાપસી થઈ છે. અશ્વિન છેલ્લે 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ રમ્યો હતો. તો ભારતે સ્ટાર સ્પિનર યુજવેન્દ્ર ચહલને પણ નજરઅંદાજ કર્યો છે.
બીસીસીઆઈએ વિશ્વકપ માટે જાહેર કરેલી ટીમમાં પાંચ સ્પિનરોને તક આપવામાં આવી છે. જેમાં રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, રાહુલ ચાહર, અક્ષર પટેલ અને વરૂણ ચક્રવર્તી છે. તો ફાસ્ટ બોલિંગમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીને તક મળી છે.
આઈસીસી ટી-20 વર્લ્ડ કપ ગ્રુપ
રાઉન્ડ-1
ગ્રુપ A: શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ, નામ્બિયા
ગ્રુપ B: બાંગ્લાદેશ, સ્કૉટલેન્ડ, પપુઆ ન્યૂ ગિની, ઓમાન
સુપર 12
ગ્રુપ A: ઑસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટઇન્ડિઝ, A1, B2
ગ્રુપ B: ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, B1, A2
ટી20 વિશ્વકપમાં ભારતનો કાર્યક્રમ
ભારત વિરુદ્ધ પાકિસ્તાન 24 ઓક્ટોબર
ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ 31 ઓક્ટોબર
ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન 3 નવેમ્બર
ભારત વિરુદ્ધ B1 5 નવેમ્બર
ભારત વિરુદ્ધ A2 8 નવેમ્બર(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)