Home Uncategorized પ્રજાના હિતમાં થોડા સમય માટે અમેરિકા ઇમિગ્રેશન ઉપર પ્રતિબંધ મુકશે : ટ્રમ્પ

પ્રજાના હિતમાં થોડા સમય માટે અમેરિકા ઇમિગ્રેશન ઉપર પ્રતિબંધ મુકશે : ટ્રમ્પ

ફેસ ઓફ નેશન, 21-04-2020 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે રાત્રે એક ટ્વીટ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, અસ્થાયી રૂપે અમેરિકામાં ઇમિગ્રેશન ઉપર પ્રતિબંધ મુકવાની એક યોજના અમે બહાર પાડી રહ્યા છે. આ અંગેના આદેશ ઉપર હું થોડા સમયમાં જ હસ્તાક્ષર કરીશ. જેથી અમેરિકામાં થોડા સમય માટે સ્થળાંતર સ્થગિત થઇ જશે.
ઇક્વિટી બજારો ડૂબવાના થોડા કલાકો બાદ આ ઘોષણા કરવામાં આવી છે. જ્યારે ઇતિહાસમાં પ્રથમ વખત તેલની કિંમતો નકારાત્મક બની છે. સોમવારે, જ્યોર્જિયા, ટેનેસી અને દક્ષિણ કેરોલિના એમ ત્રણ રાજ્યોએ કેટલાક ધંધા ફરી શરૂ કરવાની યોજના જાહેર કરી છે. કોરોનાના અદ્રશ્ય દુશ્મનના હુમલાને ધ્યાનમાં રાખીને, તેમજ અમારા મહાન અમેરિકન નાગરિકોની નોકરીઓને સુરક્ષિત કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, હું યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થાયી સ્થળાંતર સ્થગિત કરવા માટે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીશ તેમ રાષ્ટ્રપતિએ ટ્વિટ કર્યું હતું. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

અમદાવાદ : 1200 બેડની હોસ્પિટલ ફુલ થઇ રહી છે !, દર્દીઓની સારવારમાં લાલીયાવાડી, જુઓ Video

અમદાવાદમાં 4 મહિનાથી લઈને 10 વર્ષ સુધીના 29 બાળકો કોરોનાગ્રસ્ત