Face Of Nation 19-03-2022 : વિશ્વના ટોપ ટેનિસ ખેલાડી રોજર ફેડરરે શુક્રવારે એક મોટું નિવેદન આપ્યું છે. યુક્રેનમાં યુદ્ધના કારણે બાળકોનું ભવિષ્ય સંકટમાં મુકાઈ ગયું છે. તેમના ઉછેરથી લઈ શિક્ષા સુધીની સફર સુનિશ્ચિત કરવા માટે રોજર ફેડરરે આર્થિક સહાય આપવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે ફેડરરે આ ફાઉન્ડેશનના માધ્યમથી 5 લાખ ડોલર (લગભગ 3.80+ કરોડ રૂપિયા)નું દાન કરશે. તમને જણાવી દઈએ કે 23 દિવસથી ચાલી રહેલા યુદ્ધના કારણે લગભગ 65 લાખ લોકોનું સ્થળાંતર કરાયું છે. જ્યારે 32 લાખથી વધુ લોકો પહેલા જ યુક્રેન છોડીને જતા રહ્યા છે.
રોજર ફેડરરનો પરિવાર ગભરાઈ ગયો
યુએન રેફ્યુજી એજન્સી (UNHCR)એ આ સપ્તાહના શરૂઆતમાં કહ્યું હતું કે 24 ફેબ્રુઆરીએ રશિયાએ આક્રમણ શરૂ કરતાની સાથે જ 30 લાખ રેફ્યુજી યુક્રેનથી ભાગી ગયા છે. આ સંખ્યા દેશની વસતિના લગભગ 7 ટકા છે. ફેડરરે ટ્વિટર પર કહ્યું હતું કે હું અને મારો પરિવાર યુક્રેનની તસવીરો તથા યુદ્ધની સ્થિતિના વીડિયો જોઈને ગભરાઈ ગયા છીએ. આપણે સૌએ અત્યારે શાંતિ માટે યુક્રેનની પડખે ઊભા રહેવું જોઈએ. ફેડરરે જણાવ્યું કે અમે યુક્રેનના એવા બાળકોને મદદ કરીશું જેને સારસંભાળની આવશ્યકતા છે. અત્યારે લગભગ 60 લાખથી વધુ યુક્રેનના બાળકો શાળામાં અભ્યાસ કરવા જઈ શકતા નથી. દરેકનું ભવિષ્ય ગાઢ અંધકારમાં જોવા મળી શકે છે. રોજર ફેડરર ફાઉન્ડેશન દ્વારા અમે યુક્રેનના બાળકોની સહાય કરવા માટે 5 લાખ ડોલરનું દાન કરવા માગીએ છીએ.
એન્ડી મરેએ પણ પહેલ કરી
અન્ય એક ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન અને યુનિસેફ યુકેના એમ્બેસેડર એન્ડી મરેએ પણ મોટી જાહેરાત કરી છે. તેમણે ગત સપ્તાહે કહ્યું હતું કે તે 2022માં ટેનિસ ટૂર્નામેન્ટમાંથી તેની વિનિંગ પ્રાઈઝ યુક્રેન પર રશિયાના આક્રમણથી પ્રભાવિત બાળકોને મદદ કરવા માટે દાન કરશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).