Home News અમરનાથ યાત્રા અટકાવી દેવાઈ : આર્મીએ જીવના જોખમે સેંકડોને સુરક્ષિત કાઢ્યા, 1...

અમરનાથ યાત્રા અટકાવી દેવાઈ : આર્મીએ જીવના જોખમે સેંકડોને સુરક્ષિત કાઢ્યા, 1 દિવસમાં બાદ ફરી થશે શરૂ યાત્રા, ટેન્ટ અને ભોજન કરી દેવાયાં FREE!

Face Of Nation 11-07-2022 : હોનારતને પગલે હાલ અમરનાથ યાત્રા અટકાવી દેવામાં આવી છે. બાલટાલ તથા પહેલગામ એમ બન્ને રસ્તે યાત્રા રોકી દેવામાં આવી છે. રાહત અને બચાવ કામગીરી સંપન્ન થયા બાદ તથા સુરક્ષાની પૂરતી વ્યવસ્થા બાદ એકથી 1 દિવસમાં યાત્રા ફરી શરૂ કરાશે. હાલ સૈન્ય સહિત તમામ એજન્સીઓ સ્થિતિને પૂર્વવત કરવા માટે રાતદિવસ પ્રયાસો કરી રહ્યાં છે.
31 કલાક પછી પણ 40 શ્રદ્ધાળુ મળી શક્યા નહીં
હોનારત બાદ ટેન્ટ સિટિની એવી હાલત થઈ ગઈ હતી કે ઘટનાના 31 કલાક વીતી ગયા પછી પણ લાપતા 40 શ્રદ્ધાળુઓ મળી શક્યા નહોતા. યાત્રાળુઓને શોધવા માટે હાઇટેક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટેન્ટ સિટીમાં લાપતા લોકોને શોધવા માટે 7 એજન્સીઓના જવાનો કામ કરી રહ્યાં છે. જેમાં ભારતીય સૈન્ય, એનડીઆરએફ, એસડીઆરએફ, આઇટીબીપી, સીઆરપીએફ, બીએસએફ તથા જમ્મુ-કાશ્મીરની પોલીસનો સમાવેશ થાય છે.
તમામ ટેન્ટને વિનામૂલ્યે લોકો માટે ખુલ્લા કરી દેવાયા
વાદળ ફાટવાની ઘટના બનતા અમરનાથથી સૌથી નજીક એવા પંચતરણીમાં લોકોને લાવવામાં આવ્યા અને સવારે 4 વાગ્યા સુધી મેદની આવતી રહી. આર્મીએ પહેલાથી જે હાજર હતા તે બધા લોકોને વિનંતી કરી કે જે લોકો પાસે વધારાનાં કપડાં હોય તે આપો કારણ કે જેને બચાવાયા છે તે બધા પલળી ગયા છે અને હવે ઠંડી પડી રહી છે. લોકોએ કપડાં ભેગાં કર્યા અને આપ્યાં. રાત્રે 12 વાગ્યે તમામ માટે રસોઈ બનાવવામાં આવી અને તમામ ટેન્ટને વિનામૂલ્યે લોકો માટે ખુલ્લા કરી દેવાયા. આ દોડાદોડી વચ્ચે અમારી ટીમને રાહુલ નામનો ગ્વાલિયરનો રહેવાસી યુવાન મળ્યો અને તેણે પોતાની આંખો દેખી વાત કહી જે રુંવાટા ઊભા કરનારી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).