Home Uncategorized ચૂંટણી સમયે જ દેશ કે મોદી ઉપર આતંકી હુમલાના સમાચારો આવે છે...

ચૂંટણી સમયે જ દેશ કે મોદી ઉપર આતંકી હુમલાના સમાચારો આવે છે અને પ્રજાનો ડર મતમાં પરિવર્તિત થાય છે

Face Of Nation 22-11-2022 : ભાજપ પ્રજા પાસે માત્ર હિન્દુત્વની રાજનીતિ કરીને મત માંગવા આવે છે. ચૂંટણી સમયે મોટેભાગે ભારતમાં કે મોદી ઉપર આતંકી હુમલાની ધમકીઓ કે ઇનપુટ આવે છે અને આ સમાચાર વાયુવેગે ફેલાય છે. બસ, પછી શરુ થાય છે નિવેદનો અને પ્રજાના ડરને મતમાં પરિવર્તિત કરવાનું રાજકારણ. ગુજરાતની પ્રજા ડરપોક છે અને હિન્દુત્વના નામે હોંશે હોંશે મત આપે છે તેવું ભાજપને લાગતું હશે અને એટલે જ દરેક ચૂંટણીઓમાં પોલીસને આતંકીઓના ઇનપુટ કે ધમકીઓ મળે છે.
PM મોદીને જીવનું જોખમ છે. મુંબઈ પોલીસને વ્હોટ્સએપમાં એક મેસેજ મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે મોદીને મારવા કાવતરું ઘડ્યું છે. આ મેસેજ પછી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર, મુંબઈ ટ્રાફિક પોલીસને મોકલેલા ઓડિયો મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે, દાઉદ ઈબ્રાહિમે મુશ્તાક અહેમદ અને મુશ્તાક નામના બે આતંકીઓને પ્રધાનમંત્રીને મારવાની સોપારી આપી છે. આ મામલે વરલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવામાં આવી છે અને મેસેજ મોકલનારની શોધખોળ કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ વર્ષે ઓગસ્ટમાં પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. તે સમયે એક ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે આતંકવાદીઓના સ્લીપર સેલમાં સામેલ 20 લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારવા માટે તૈયાર છે. ઈ-મેલમાં કહેવામાં આવ્યું હતું કે આ સ્લીપર સેલ પાસે 20 કિલો આરડીએક્સ છે. ઈ-મેલ મોકલનારએ એવો પણ દાવો કર્યો હતો કે તેના આતંકવાદીઓ સાથે સંબંધ છે. ઈ-મેલમાં કહેવામાં આવ્યું છે કે તે આ ષડ્યંત્રના ખુલાસાથી બચવા માટે આત્મહત્યા કરી રહ્યો છે. ચૂંટણી આવતા વેંત જ એવા ગતકળાઓ કરવાની શરૂઆત કરવામાં આવે છે કે જેનાથી પ્રજાનો ડર મતમાં પરિવર્તિત થઇ જાય. લોકોને એમ લાગે કે, ભાજપ સિવાય આપડે જીવી જ નહીં શકીએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો.  ફેસબુક (Facebook)માં  faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરી સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટર(Twitter) માં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).