Home News કાનપુરમાં ઝીકા વાયરસનો આતંક, બીજા 16 કેસ નોંધાયા બાદ કુલ 105 સંક્રમિતો

કાનપુરમાં ઝીકા વાયરસનો આતંક, બીજા 16 કેસ નોંધાયા બાદ કુલ 105 સંક્રમિતો

Face Of Nation, 09-11-2021:  ઉત્તરપ્રદેશના કાનપુરમાં હવે દિવસેને દિવસે ઝીંકા વાયરસનો આંતક વધતો જતો જોવા મળી રહ્યો છે. અહીયા વધું 16 નવા કેસ નોંધાયા છે. જેના કારણે લોકોમાં હવે ભયનો માહોલ ફેલાયેલો છે. અત્યાર સુધીમાં અહિયા કુલ 105 કેસ નોંધાઈ ચુક્યા છે. જેના કારણે હવે તંત્ર પણ દોડતું થઈ ગયું છે.

સંક્રમણને રોકવા માટે પ્રભાવિત વિસ્તારોમાં અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. ડૉક્ટરોનું કહેવું છે કે તેઓ ઘરેઘર સર્વે કરી રહ્યા છે. ગંભીર લક્ષણો વાળા દર્દીના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે. સાથેજ ગર્ભવતી મહિલાઓના પણ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત રેડિયોલોજી સેન્ટરોને પણ સતર્ક કરવામાં આવી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે ઝીકા વાયરસ ડેન્ગ્યૂંથી ફેલાતા મચ્છરોને કારણે ફેલાય છે. સાથેજ ગર્ભવતી મહિલાઓ માટે પણ આ વાયરસ સૌથી ખતરનાક માનવામાં આવે છે. ઝીકા વાયરસને કારણે ગર્ભસ્થ શિશુના મસ્તિષ્કનો વિકાસ પણ નથી થતો. પહેલી વખત આ વાયરસ આફ્રિકાના જંગલમાં દોવા મળ્યો હતો.