Face Of Nation 07-06-2022 : આતંકવાદી સંગઠન અલ કાયદાએ ભારતમાં આત્મઘાતી હુમલા કરવાની ધમકી આપી છે. તેણે સત્તાવાર રીતે ધમકી આપી છે કે ગુજરાત, ઉત્તર પ્રદેશ, બોમ્બે અને દિલ્હીમાં આત્મઘાતી હુમલા કરવા તૈયાર છે. આ સાથે તેણે એમ પણ કહ્યું છે કે, હવે જલ્દીથી ભાજપનો અંત થશે. ટીવી ડિબેટ સમયે ભાજપ નેતા નૂપુર શર્માના નિવેદન બાદ અલ કાયદાએ આ ધમકી આપી છે. અલ કાયદાએ આપેલી ધમકીમાં આ ડિબેટનો પણ ઉલ્લેખ કર્યો છે. અલદાયકાએ કહ્યું કે, કેટલાક દિવસ અગાઉ હિંદુત્વના પ્રચારકે ટીવી ડિબેટ સમયે ઈસ્લામ ધર્મ અને પયગમ્બર મુહમ્મદનું અપમાન કર્યું હતું. તેમના નિવેદનોથી વિશ્વભરના મુસ્લિમોની ભાવનાને ઠેસ પહોંચી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).