ફેસ ઓફ નેશન, (ધવલ પટેલ) 10-04-2020 : ગુજરાત પોલીસે તેના ટ્વીટર એકાઉન્ટમાં એક વિડીયો પોસ્ટ કર્યો છે. આ વિડીયોમાં લોકડાઉનમાં ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારીઓના અભિપ્રાય લેવામાં આવ્યા છે કે લોકડાઉન પછી તમે શું કરવા માંગો છો ? પરિવારથી દૂર રહેતા અને પ્રજાની સુરક્ષાની જેના શિરે જવાબદારી છે તેવા પોલીસ કર્મચારીઓના અભિપ્રાય જાણીને રૂંવાડા ઉભા થઇ જાય તેમ છે કારણ કે ફરજ બજાવતી મહિલા પોલીસ કોઈની માતા છે જેના સંતાન તેની રાહ જોઈને બેઠા છે, કોઈ પિતા છે જેનો પરિવાર તેની હૂંફ માટે તડપી રહ્યો છે તો કોઈ દીકરી કે દીકરો છે જેમના માતાપિતા તેમની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે. ઘરે રહો સુરક્ષિત રહોના નારા આપનાર પોલીસ તંત્ર જ ઘરે રહી શકતું નથી અને એટલે જ આજે રાજ્ય અને દેશના તમામ લોકો ઘરમાં સુરક્ષિત બેઠા છે. ગુજરાત પોલીસને દિલથી થેન્ક યુ કહો અને પ્રાર્થના કરો કે તેઓ હંમેશા સ્વસ્થ રહે, તેમનો પરિવાર હંમેશા સ્વસ્થ રહે. આ વિડીયો જુઓ અને સૌથી વધારે શેર કરો. (વિડીયો ક્રેડિટ : ગુજરાત પોલીસ, ટ્વીટર એકાઉન્ટ ઉપરથી).
https://youtu.be/lX5QXV5MiY0
વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ
ભારતમાં કોરોનાના કુલ કેસો જેટલો અમેરિકાના ન્યૂયોર્કનો મૃત્યુઆંક છે !