Home News અમદાવાદમાં આજથી લોકડાઉન ખુલી ગયું હોય તેવો માહોલ, કોટ વિસ્તારમાં લાઈનો લાગી,...

અમદાવાદમાં આજથી લોકડાઉન ખુલી ગયું હોય તેવો માહોલ, કોટ વિસ્તારમાં લાઈનો લાગી, જુઓ Video

ફેસ ઓફ નેશન, 04-05-2020 : આજથી વધુ બે અઠવાડિયા સુધી લોકડાઉનમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધતા જતા કેસોને લઈને કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવી નથી. આજે નદી પાર કોટ વિસ્તારમાં લોકો વાહનો લઈને નીકળી પડ્યા હતા. વાહનોની લાંબી લાઈનો લાગતા પોલીસે તપાસ વધુ કડક કરી છે. વિસ્તારમાં આવતા જતા તમામ લોકોનું વિડીયો રેકોર્ડિંગ કરાઈ રહ્યું છે અને બહાર નીકળવાના કારણો જાણવામાં આવી રહ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આ સમયે કોટ વિસ્તારમાં પરિસ્થિતિ કાબુમાં લેવા પહોંચી ગયા હતા.
સમગ્ર અમદાવાદના કેટલાય રસ્તાઓ ઉપર આજથી જાણે કે કોરોનાથી આઝાદી મળી ગઈ હોય અને લોકડાઉન ખુલી ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તાર સહીત કોટ વિસ્તારમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. જુદા જુદા બહાના કાઢીને નીકળેલા લોકો ઉપર પોલીસે કાયદાની કડકાઈ વર્તી હતી. કોટ વિસ્તારમાં એલિસબ્રિજ ઉપર ટ્રાફિક થઈ ગયો હતો. કેટલાક લોકો પરિવાર સાથે વાહનો લઈને જાણે કે ટહેલવા નીકળી પડ્યા હતા. આવા તમામ લોકોની પોલીસે કડકાઈથી પૂછપરછ કરી પાછા ઘરે તગેડી મુક્યા હતા તો કેટલાકના વાહનો પણ જપ્ત કરી લેવામાં આવ્યા હતા. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

https://youtu.be/z3t3dR_8UYk

અમદાવાદ : આજે રવિવારે નોંધાયેલા 274 કોરોના પોઝિટિવ કેસોના સરનામા સહિતની માહિતી

કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોને લક્ષણો ન હોય તો ટેસ્ટ થતા નથી

અમદાવાદ : રેડ ઝોન વધી રહ્યા છે, લોકો કર્ફ્યુ માંગે છે અને તંત્ર છૂટછાટ આપવા મિટિંગો કરે છે

કોરોના પોઝિટિવ આવતા મહિલાને લેવા ટિમ પહોંચી તો મહિલા ધુણવા લાગી, જુઓ Video