https://youtu.be/C2XYoAwbKSo
Face Of Nation 26-06-2022 : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને રવિવારે સવારે વારાણસીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જમાવવામાં આવી રહ્યું છે કે, 1550 ફૂટની ઊંચાઈએ તેમના ચોપર સાથે પક્ષી અથડાયું હતું. જો કે, પાયલોટની સમજણથી મોટી દુર્ઘટના ટળી હતી. તો બીજીતરફ પાયલોટે પક્ષી અથડાયા બાદ સાવચેતી તરીકે હેલિકોપ્ટરને પોલીસ લાઈન ગ્રાઉન્ડ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. જેના કારણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોલીસ લાઈન ગ્રાઉન્ડથી સર્કિટ હાઉસ પરત ફરવું પડ્યું હતું. આ પછી સીએમ રોડ દ્વારા સર્કિટ હાઉસથી લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા.
10 મિનિટ પછી જ હેલિકોપ્ટર પાછું લેન્ડ થયું
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સવારે 9 વાગે સર્કિટ હાઉસથી લખનઉ પોલીસ લાઈન ગ્રાઉન્ડ માટે રવાના થયા હતા. થોડા સમય પછી તેમનું હેલિકોપ્ટર અહીંથી ઉડાન ભરી હતી. ડીએમ કૌશલ રાજ શર્માએ જણાવ્યું હતુ કે, લગભગ 10 મિનિટ પછી જ હેલિકોપ્ટર પોલીસ ગ્રાઉન્ડ પર પાછું લેન્ડ થયું હતુ. જેના કારણે પોલીસ અને વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મુખ્યમંત્રી નીચે ઉતર્યા તો જાણવા મળ્યું કે પિસૌર પુલ પાસે 1550 ફૂટની ઉંચાઈએ આકાશમાં એક પક્ષી હેલિકોપ્ટર સાથે અથડાયું હતું.
યોગી બે દિવસના પ્રવાસે વારાણસી આવ્યા હતા
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે સાંજે બે દિવસની મુલાકાતે વારાણસી આવ્યા હતા. જુલાઈમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી પ્રવાસનું આયોજન છે. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીની મુલાકાત દરમિયાન ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના પ્રોજેક્ટ વિશેની માહિતી લીધી હતી અને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).