Home Uncategorized હિમાચલ:સોલનમાં ઈમારત ધસી પડવાથી 13 જવાન સહિત એક નાગરિકનું મોત,42 લોકો દબાયા...

હિમાચલ:સોલનમાં ઈમારત ધસી પડવાથી 13 જવાન સહિત એક નાગરિકનું મોત,42 લોકો દબાયા હોવાની આશંકા

Face Of Nation:હિમાચલ પ્રદેશના સોલનમાં રવિવારે બપોરે ભારે વરસાદના કારણે ચાર ફ્લોરની ઈમારત ધસી ગઈ છે. ઘટનામાં સેનાના 13 જવાન સહિત એક નાગરિકનું મોત થયું છે. સોમવારે અધિકારીઓએ જણાવ્યું કે, વરસાદના કારણે રાહત અને બચાવ કાર્યમાં તકલીફ આવી રહી છે.કાટમાળમાં કુલ 42 લોકો દબાયા હોવાનો અંદાજ સામે આવ્યો હતો.

આ ઈમારતના ગ્રાઉમ્ડ ફ્લોરમાં ઢાબા જેવી હોટલ હતી. ઘટના સમયે આસામ રાઈફલ્સના જવાન અહીં ચા પીવા આવ્યા હતા. સેનાના 200થી વધારે જવાન, એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ યુદ્ધ સ્તરે રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલી છે.ડિઝાસ્ટર વિભાગના નિર્દેશક ડીસી રામાએ જણાવ્યું કે, ઘટના સમયે ઈમારતમાં 40 લોકો સામેલ હતા. સોલનમાં રવિવારે સવારે ભારે વરસાદ થયો હતો. તેનાથી રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ મુશ્કેલી આવી રહી છે. શંકા છે કે, ભૂસ્ખલનના કારણે ઈમારત ધસી ગઈ હતી. આ ઈમારત કુમારહટ્ટી-નાહન રોડ પર શિમલાથી 130 કિમી દૂર આવેલી છે.