Face Of Nation 25-05-2022 : રાજસ્થાનના કોટાના સિમલિયા પોલીસ સ્ટેશનની હદમાં મંગળવારે સવારે રોડ એક્સીડન્ટ થયો હતો જેમાં 4 યાત્રિકોના મોત નિપજ્યા છે. એક ખાનગી ટ્રાવેલ્સ બસ અમદાવાદથી કાનપુર જઈ રહી હતી. બસમાં લગભગ 45 સવારીઓ બેઠા હતા. 3 વાગ્યે કોટા-બારાં હાઈવે 27 પર સિમલિયા નજીક બસ ડ્રાઈવરે ગુટખા થૂંકવાનો પ્રયાસ કર્યો. તે દરમિયાન તેનું બેલેન્સ બગડ્યું અને રસ્તા પર ઊભેલા ટ્રેલર સાથે અથડાઈ ગઈ.
એમપી-1 અને યુપીના-2 યાત્રિકોના મોત
દુર્ઘટનામાં એમપીના એક અને યુપીના 2 યાત્રિકોના મોત નિપજ્યા છે. એક યાત્રીની ઓળખ થી નથી. 5 લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના પછી ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. દુર્ઘટના પછી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે યાત્રિકોને બસની બહાર કાઢ્યા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. સવારે ગ્રામીણ એસપી પણ ઘટનાસ્થળે પહોંચ્યા. મૃતકમાં બે આ બસના જ ડ્રાઈવર છે, જે બસમાં સુઈ રહ્યાં હતા. જેમને શિફ્ટમાં બસ ચલાવવાની હતી. બંનેના ઊંઘમાં જ મોત થઈ ગયા છે. તો બીજીતરફ DSP નેત્રપાલે જણાવ્યું કે 3 વાગ્યે બેલેન્સ બગડવાને કારણે બસ ડ્રાઈવરે આગળ ઊભેલા ટ્રેલરને ટક્કર મારી દીધી હતી. દુર્ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).