ફેસ ઓફ નેશન, 06-05-2020 : અમદાવાદના મેયર બીજલ પટેલે આજે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, અમદાવાદ માટે આગામી દસ દિવસ અતિ મહત્વના છે. સૌએ ભેગા મળીને આ શહેરને બચાવવું પડશે. જેના માટે બીજલ પટેલે ટ્વીટ કરીને ભાજપ પક્ષના ધારાસભ્યો, કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ, હોદ્દેદારોને વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસથી અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. જેને સત્તાધીશો અને શાસકપક્ષના નેતાઓની ઊંઘ હરામ કરી નાખી છે.
અમદાવાદના મેયર બીજલ પટેલે ટ્વીટ કરીને કહ્યું છે કે, “હું તમામ પાર્ટીના ધારાસભ્યશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને વિનંતી કરું છું કે આપણે સૌ સાથે મળીને આપણા શહેરને બચાવવાની કામગીરીમાં જોડાઈએ.” બીજલ પટેલે કરેલી આ ટ્વીટથી સૌ લોકોને એક થવાનો સંદેશો મળ્યો છે. સાથે જ કોર્પોરેશનના કામકાજમાં સાથ સહકાર આપવા પણ જણાવવામાં આવ્યું છે. આવનારા દિવસો અમદાવાદ માટે અતિ મહત્વના સાબિત થશે. મેયરે કરેલી આ લાગણીશીલ ટ્વીટથી અનેક લોકોએ તેમને આ મહામારી સમયે અમદાવાદ સાથે ઉભા હોવાનો અહેસાસ અપાવ્યો છે.
અમદાવાદમાં વધતા જતા કોરોનાને કાબુમાં લેવા માટે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે ઉચ્ચ અધિકારીઓની નિયુક્તિ કરીને તેમને મહત્વની કામગીરી સોંપી છે. આ અધિકારીઓએ આજે કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક યોજીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મેયર સતત સોશિયલ સાઇટ્સ ઉપર કનેક્ટેડ રહે છે સાથે જ અધિકારીઓ સાથે મિટિંગો પણ કરે છે. (સમાચારની અપડેટ મેળવવા માટે 9428420570 નંબર ઉપર “NEWS” લખીને વોટ્સએપ મેસેજ કરો, બાદમાં આપને ટેલિગ્રામ ગ્રુપની લીંક મળશે જેમાં જોઈન્ટ થાઓ. ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
હું તમામ પાર્ટીના ધારાસભ્યશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને વિનંતી કરું છું કે આપણે સૌ સાથે મળીને આપણા શહેરને બચાવવાની કામગીરીમાં જોડાઈએ.#HealthyAmdavad #MaruAmdavad
— Bijal Patel 🇮🇳 (Modi Ka Parivar) (@ibijalpatel) May 6, 2020
પરપ્રાંતીયો વતન રવાના થઇ રહ્યા છે પછી ફેકટરીઓ ખોલવા અપાતી છૂટછાટ શું કામની ?