Face of Nation 08-12-2021: ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાર બિપિન રાવતનું નિધન થયુ છે. આજે તમિલનાડુના કુન્નૂરમાં ભારતીય સેનાનું હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. Mi-17V5 હેલીકોપ્ટરથી તેઓ સફર કરી રહ્યા હતા. આ હેલીકોપ્ટરમાં જનરલ રાવત સહિત અન્ય અધિકારી હાજર હતા. આ દુર્ઘટનામાં બિપિન રાવતનું નિધન થઈ ગયું. તેમાં બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત પણ હાજર હતા. તેમના નિધન પર દેશભરમાં શોકનો માહોલ છે. પીએમ નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
દુર્ઘટનાના સમાચાર બાદ દેશભરમાં શોકની લહેર છે. ભારતે એક એવી વ્યક્તિ ગુમાવી, જે ભારતની સુરક્ષામાં એક મોટુ યોગદાન આપી રહ્યા હતા. બિપિન રાવત દેશના પ્રથમ એવા વ્યક્તિ હતી જેમને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટથી જનરલ રાવતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
Gen Bipin Rawat was an outstanding soldier. A true patriot, he greatly contributed to modernising our armed forces and security apparatus. His insights and perspectives on strategic matters were exceptional. His passing away has saddened me deeply. Om Shanti. pic.twitter.com/YOuQvFT7Et
— Narendra Modi (@narendramodi) December 8, 2021
As India’s first CDS, Gen Rawat worked on diverse aspects relating to our armed forces including defence reforms. He brought with him a rich experience of serving in the Army. India will never forget his exceptional service.
— Narendra Modi (@narendramodi) December 8, 2021
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનરલ બિપિન રાવતને એક ઉત્કૃષ્ટ સૈનિક ગણાવતા કહ્યુ કે, તે એક સાચા દેશભક્ત હતા. તેમણે આપણા સશસ્ત્ર દળો અને સુરક્ષા તંત્રના આધુનિકિકરણમાં ખુબ મોટુ યોગદાન આપ્યું. સામરિક મામલા પર તેમની અંતદ્રષ્ટિ અને દ્રષ્ટિકોણ અસાધારણ હતો. તેમના નિધનથી ખુબ મોટુ દુખ પહોંચ્યુ છે. પીએમ મોદીએ પોતાના શોક સંદેશમાં કહ્યુ કે, ભારતના પહેલા સીડીએસના રૂપમાં, જનરલ રાવતે રક્ષા સુધારા સહિત આપણા સશસ્ત્ર દળો સંબંધિત વિવિધ પાસાંઓ પર કામ કર્યુ. તેઓ પોતાની સાથે સેનામાં સેવા કરવાનો એક સમુદ્ધ અનુભવ લઈને આવ્યા. ભારત તેમની અસાધારણ સેવાને ક્યારેય ભૂલશે નહીં.
રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ જનરલ રાવતના નિધન પર દુખ વ્યક્ત કર્યુ છે. ટ્વીટ કરી રાજનાથ સિંહે કહ્યુ કે, તમિલનાડુમાં આજે એક ખુબ દુર્ભાગ્યપૂર્ણ હેલીકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને 11 અન્ય સશસ્ત્ર દળોના જવાનોના આકસ્મિત નિધનથી ખુબ દુખ થયું છે. તેમનું નિધન આપણા સશ્સ્ત્ર દળો અને દેશ માટે એક અપૂર્ણીય ક્ષતિ છે.
રાજનાથે કહ્યુ કે, જનરલ રાવતે અસાધારણ સાહસ અને લગનથી દેશની સેવા કરી હતી. પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના રૂપમાં તેમણે આપણા સશસ્ત્ર દળોની સંયુક્તતાની યોજના તૈયાર કરી હતી. આ દુર્ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવનાર પરિવારો પ્રત્યે મારી સંવેદના છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)