Home Gujarat “રેપિડ ટ્રેન”ની પહેલી ઝલક : દેશની ફર્સ્ટ સેમી હાઇ સ્પીડ ટ્રેન આપશે...

“રેપિડ ટ્રેન”ની પહેલી ઝલક : દેશની ફર્સ્ટ સેમી હાઇ સ્પીડ ટ્રેન આપશે ‘એર ટ્રાવેલ’ જેવી ફીલિંગ, બધા કોચ વડોદરાના સાવલીમાં બન્યા!

Face Of Nation 07-05-2022 : દિલ્હી અને મેરઠ વચ્ચે દોડનારી રીજનલ રેપિડ રેલના કોચ વડોદરા જિલ્લાના સાવલી જીઆઇડીસી સ્થિત અલસ્ટોમ કંપની ખાતે તૈયાર થઇ જતાં આજે રવાના કરવામાં આવ્યા હતા. ભારતની પ્રથમ રીજનલ રેપિડ ટ્રેનના આ કોચને સાતમી મેના રોજ સાવલી પ્લાન્ટમાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં ભારત સરકારના નિવાસ અને શહેરી મંત્રાલયના સચિવ ઉપસ્થિતિમાં આ ટ્રેનના સેટ રાષ્ટ્રીય રાજધાની પરિવહન ક્ષેત્ર (NCRTC)ને સોંપવામાં આવ્યા હતા. પ્રથમ ટ્રેન બોર્ડ ટ્રેલર પર રાખી 14 મેની આસપાસ ઉત્તરપ્રદેશના જિલ્લા ગાજિયાબાદ સ્થિત દુહાઈ ડિપોમાં પહોંચી જવાની આશા છે. આ રીતે કુલ 35 ટ્રેન સેટ (210 કોચ) તબક્કાવાર રવાના કરવામાં આવશે.
ડિસેમ્બરમાં પહેલો ટ્રાયલ રન, 100 કિમીની સ્પીડે દોડશે ટ્રેન
2022ના અંત સુધીમાં રેપિડ ટ્રેનનો પહેલો ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે. સાહિબાબાદથી દુહાઈ વચ્ચે 17 કિમીના પ્રાયોરિટી સેક્શનને 2023 સુધી અને આખા કોરિડોરને 2025 સુધીમાં શરૂ કરવાની યોજના છે. તો બીજીતરફ રેપિડ ટ્રેનની ડિઝાઈન પ્રમાણે 180 કિમીની સ્પીડે દોડશે. 160 કિમીની ઓપરેશનલ સ્પીડ અને 100 કિમી પ્રતિ કલાકની એવરેજ સ્પીડ સાથે દોડશે, જે ભારતમાં RRTSની અત્યાર સુધીની સૌથી ઝડપવાળી ટ્રેન હશે.
વડોદરાના સાવલી પ્લાન્ટમાં તમામ ટ્રેન સેટનું નિર્માણ
દેશની રાજધાની દિલ્હી અને એની નજીકમાં આવેલાં રાજ્યોના એનસીઆર વિસ્તારને રેપિડ રેલ યોજના હેઠળ જોડવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. દરમિયાન ભારતની પહેલી રીજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) ટ્રેનનો પ્રથમ લુક જાહેર કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મેક ઈન ઈન્ડિયા નીતિ હેઠળ વડોદરાના સાવલી પ્લાન્ટમાં RRTSની તમામ ટ્રેન સેટનું નિર્માણ કરાશે. આ ટ્રેનની ડિઝાઈન દિલ્હીના પ્રસિદ્ધ લોટસ ટેમ્પલથી પ્રેરિત છે.
ટ્રેનમાં યોગ્ય લેગરૂમવાળી બેઠક વ્યવસ્થા રહેશે
આ ટ્રેન 100 કિલોમીટર પ્રતિ કલાકની એવરેજ સ્પીડ પ્રમાણે ચાલશે અને એ ભારતની પ્રથમ ટ્રેન છે. એડિએટિંગ સ્ટેઇનલેસ સ્ટીલની બાહ્ય બોડી સાથે એરો ડાઇનેમિક મોડલ સંપૂર્ણપણે વાતાનુકૂલિત રહેશે. ટ્રેનમાં યોગ્ય લેગરૂમવાળી બેઠક વ્યવસ્થા રહેશે. ઓવરહેડ લગેજ રેંક, મોબાઇલ કે લેપટોપ ચાર્જિંગ સોકેટ્સ અને પ્રવાસીઓ વચ્ચે વાઇફાઇ રહેશે.
એક દિવસમાં અંદાજે 8 લાખ લોકો મુસાફરી કરશે
દિલ્હીથી મેરઠ વચ્ચે 82 કિમીના અંતરમાં આ રેપિડ ટ્રેન દોડશે. 8 માર્ચ 2019ના રોજ પીએમ મોદીએ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરાવ્યો હતો. આ યોજનામાં કુલ 30274 કરોડનો ખર્ચ થવાની સંભાવના છે. આ ટ્રેનથી માત્ર 50 મિનિટમાં મેરઠથી દિલ્હી પહોંચી શકાશે. એક દિવસમાં અંદાજે 8 લાખ લોકો મુસાફરી કરશે. 82 કિમીના અંતરમાં 24 જેટલાં સ્ટેશન બનાવવામાં આવી રહ્યાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).