Face Of Nation, 02-11-2021: અમદાવાદમાં આ વખતે દિવાળીની ખરીદી માટે લોકોની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે. તહેવારોને લઈને લોકો હવે કોરોનાને ભૂલી ગયા છે. કોરોના શાંત ભલે પડી ગયો છે પરંતુ હજુ નાબૂદ નથી થયો જેથી અમદાવાદમાં જે રીતે ભીડ એકઠી થઈ છે. તેને લઈને તબીબોએ ચીંતા વ્યક્ત કરી છે.
જોકે તંત્ર પણ હવે તો એકશન મોડમાં આવી ગયું છે. તંત્ર દ્વારા પણ પરિસ્થિતીને સંભાળવાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના ખાસ કરીને તંત્રએ તૈયારીઓ વધારી છે. જેના કેસ વધે તો સારવાર આપવાને લઈને હોસ્પિટલ દ્વારા અત્યારથી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
હોસ્પિટલમાં 200 વેન્ટિલેટર બેડ, 900 ઓક્સિજન બેડ, અને 3 હાજર લોકોનો મેડિકલ સ્ટાફ તૈયાર કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ડો રજનીશ પટેલે આ મામલે પોતાની પ્રતિક્રીયા આફતા લોકોને કહ્યું છે કે લોકોએ બેદરાકારી ન રાખવી જોઈએ કારણકે કરોના હજુ ગયો નથી.
ઉલ્લેખનીય છે ડૉક્ટર રજનીશ પટેલે એવું પણ કહ્યું કે લોકોએ વ્યક્તિગત સાવચેતી રાખવી જરૂરી છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે ગયા વર્ષની દિવાળી લોકોએ ભૂલવી ન જોઈએ. મહત્વનું છે પરિસ્થિતીને ધ્યાનમાં રાખી સિવિલ હોસ્પિટલે પણ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ લોકો પરિસ્થિતીને નથી સમજી રહ્યા તે એક ગંભીર પ્રશ્ન છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)