Face Of Nation:નવી દિલ્હી: સંસદમાં પેન્ડિંગ પડેલા કામકાજને લઈને સરકારે સંસદ સત્ર 7 ઓગસ્ટ સુધી લંબાવાનો નિર્યણ લીધો છે. સરકારે સંસદનું વર્તમાન સત્ર 12 દિવસ સુધી લંબાવ્યું છે. સંસદ સત્રની તારીખ વધારવા માટે રક્ષામંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં કમેટી ઑન પોલિટિકલ અફેર્સની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
15 જૂથી શરૂ થયેલા સંસદનું વર્તમાન સત્ર પહેલા નક્કી કરેલા સમય પ્રમાણે 26 જુલાઈએ સમાપ્ત થવાનું હતું. આ સત્ર છેલ્લા 20 વર્ષોમાં સૌથી વધુ કામકાજ કરનારું સત્ર બની ગયું છે. સરકારનો આશય છે કે આ સત્રમાં વધુમાં વધુ વિધેયકો પાસ કરવામાં આવે. જે મહત્વપૂર્ણ બિલોને પાસ કરાવવામાં આવ્યા છે. તેમાં ત્રિપલ તલાક, રાષ્ટ્રીય મેડિકલ આયોગ બિલ, સેરોગેસી બિલ અને ટ્રાન્સજેન્ડર અધિકાર બિલ સામેલ છે.