Face Of Nation 13-05-2022 : કાળઝાળ ગરમીથી પરેશાન લોકો માટે સારા સમાચાર છે. આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ટૂંક સમયમાં જ આવી રહ્યું છે. અંદમાન અને નિકોબાર ટાપુઓમાં 15મી મેના રોજ મોસમનો પ્રથમ વરસાદ થવાની આશા છે. આ વર્ષે ચોમાસું સમય કરતાં ચાર દિવસ પહેલાં 26મી મેના રોજ કેરળ પહોંચે તેવી શક્યતા છે.
સમય પહેલા કેરળમાં ચોમાસાની શરૂઆત થશે
ભારતીય હવામાન વિભાગ (IMD)ના ડિરેકટર મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે દક્ષિણ- પશ્ચિન ચોમાસુ 15 મે ની આસપાસ દક્ષિણ અંદમાન સમુદ્ર અને તે સંલગ્ન દક્ષિણપૂર્વ ખાડીમાં પહોંચે તેવી શક્યતા છે. હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, વિસ્તૃત આગાહીમાં સમય કરતા પહેલા કેરળમાં ચોમાસાની શરૂઆત અને ઉત્તર તરફ આગળ વધવાના સંકેતો છે. આનાથી દેશના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 15 દિવસથી આકરી ગરમીનો સામનો કરી રહેલા લોકોને રાહત મળશે. તો બીજીતરફ સામાન્ય રીતે ચોમાસું 15મી મે સુધીમાં નિકોબાર જ પહોંચે છે અને 22મી મે સુધીમાં અંદમાનના ઉત્તર ભાગમાં આવેલા મેયાબંદરને આવરી લે છે.
14મી થી 16મી મે વચ્ચે ભારે વરસાદની શક્યતા
IMD કહે છે કે આગામી પાંચ દિવસમાં અંદમાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. 14 થી 16 મે દરમિયાન કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. 15 અને 16 મેના રોજ દક્ષિણ અંદામાન સમુદ્રમાં 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ચોમાસુ 26 મેના રોજ કેરળ પહોંચે તેવી શક્યતા છે. સામાન્ય રીતે ચોમાસું 1લી જૂને કેરળ પહોંચે છે. ચક્રવાત આસાનીના કારણે કેરળમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે.
મધ્યપ્રદેશમાં 16મી મેથી પ્રી-મોન્સુન
બંગાળની ખાડીમાં અચાનક સર્જાયેલા ચક્રવાતને કારણે 16મી મેથી પ્રિ-મોનસૂન મધ્યપ્રદેશમાં પણ દસ્તક આપી શકે છે. આ વખતે ચોમાસુ ભોપાલ, ઈન્દોર, નર્મદાપુરમ અને ઉજ્જૈન વિભાગમાં વધુ મહેરબાન રહેશો. જબલપુર અને સાગર વિભાગમાં તે સામાન્ય રહેશે. જો કે મધ્યપ્રદેશમાં ચોમાસાના આગમનનો સમય અગાઉ 10મી જૂન હતો, પરંતુ કેટલાક વર્ષોથી તેના આગમનમાં વિલંબ થતાં હવે તેને 15મીથી 16મી જૂન નક્કી કરાયું છે. જો કોઈ અવરોધ નહી આવે તો આવી સ્થિતિમાં મધ્યપ્રદેશમાં 15મી થી 16મી જૂન દરમિયાન ચોમાસું આવવાની સંભાવના છે. તે 20 જૂનની આસપાસ ભોપાલ પહોંચશે. જૂનમાં તાપમાન વધશે નહીં.
દક્ષિણ પશ્ચિમ ચોમાસાથી 70% વરસાદ, ચોમાસું સામાન્ય રહેશે
ચોમાસું કેરળથી શરૂ થાય છે અને ધીમે ધીમે સમગ્ર દેશમાં ફેલાઈ જાય છે. આને કારણે, દેશમાં કુલ વરસાદનો 70% દક્ષિણ પશ્ચિમ ચોમાસામાંથી આવે છે. ભારતમાં રવિ પાકનો અડધો ભાગ આ ચોમાસા પર નિર્ભર છે. તો બીજીતરફ દેશના 40% ખેડૂતો સિંચાઈ માટે ચોમાસા પર નિર્ભર છે. ચોખા, કપાસ, શેરડી, મસૂર, ચણા અને સરસવ જેવા ખરીફ પાકોનું ઉત્પાદન કરતા ખેડૂતો ચોમાસા પર આધાર રાખે છે. આ પહેલા હવામાન વિભાગે સતત ચોથા વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).