Face of Nation 02-12-2021: કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઇને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચેલો છે, ત્યારે ભારતમાં 24 કલાકમાં બે ઓમિક્રોન કેસની પુષ્ટિ થઇ છે. બંને કેસ કર્ણાટકના છે. હવે ગુજરાત માટે એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. જામનગર નજીક મોરકડાં ગામના એક વ્યક્તિમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મોરકડાં ગામના વ્યક્તિની ટ્રાવેલ્સ ઈસ્ટ્રી આફ્રિકાથી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ વ્યક્તિને હાલ આઇસોલેટ કરવામાં આવ્યો છે. આઇસોલેટ કરાયેલ પુરુષને ઓમિક્રોનનો વાયરસ છે કે નહીં તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે. સેમ્પલ પુણેની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ ન આવે ત્યાં સુધી આફ્રિકાથી આવેલ વ્યક્તિને આઇસોલેટ રાખવામાં આવશે.
આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે, જામનગર નજીક મોરકડાં ગામના એક વ્યક્તિ આફ્રિકાથી ભારત આવ્યો હતો, અને તેનામાં ઓમિક્રોન વાયરસથી સંક્રમિત થવાના અણસાર આવતા તાત્કાલિક આઇસોલેટ કરવામાં આવ્યો હતો. આઇસોલેટ કરાયેલ પુરુષમાં ઓમિક્રોનથી સંક્રમિત છે કે નહીં તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે અને પુણેની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. હવે આફ્રિકાથી આવેલા આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ ન આવે ત્યાં સુધી તેને આઈસોલેટ રાખવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, આજે સ્વાસ્થ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે આજે પત્રકાર પરિષદમાં જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે 29 દેશોમાં 373 ઓમિક્રોનના કેસ દુનિયામાં રિપોર્ટ થયા છે. આ ઓમિક્રોન વેરિએન્ટ બીટા અને ડેલ્ટા વેરિએન્ટથી વધુ ઝડપથી ફેલાય છે. ડબ્લ્યૂએચઓના અનુસાર આ વેરિએન્ટમાં 45 થી 52 મ્યૂટેશન જોવા મળ્યા છે. ડબ્લ્યૂએચઓના અનુસાર રિપોર્ટમાં અત્યાર સુધી જે આવ્યા છે તેમાં તેને માઇલ્ડ મળી આવ્યો છે.
ભારત સરકારે સ્વાસ્થ્ય મંત્રાલયે WHOના હવાલેથી જણાવ્યું હતું કે ઓમિક્રોન વેરિએન્ટ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટથી 5 વધુ ખતરનાક છે અને આ ઝડપથી ફેલાવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ 29 દેશમાં ફેલાઇ ચૂક્યો છે. WHO એ તેને વેરિએન્ટ ઓફ કંસર્ન કેટેગરીમાં મુક્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)