Home Uncategorized ખાખીનો ખેલ ભાગ :2 : ગુજરાતના શહેરોમાં ડીસીબી અને જિલ્લાઓમાં એલસીબી “પતાવટ”ની...

ખાખીનો ખેલ ભાગ :2 : ગુજરાતના શહેરોમાં ડીસીબી અને જિલ્લાઓમાં એલસીબી “પતાવટ”ની કામગીરી સંભાળે છે

Face of Nation 07-02-2022 : ખાખી જયારે સત્તાને તાબે થાય છે ત્યારે અનેક આક્ષેપો પ્રતિઆક્ષેપોનો સામનો કરવો પડે છે. જેના માથે રહેલી ખાખી ટોપીમાં દેશના અશોકચક્રનું નિશાન આપવામાં આવ્યું છે તે પોલીસ કમર્ચારીઓ જયારે કાયદાને નેવે મૂકીને સત્તાને ઈશારે નાચે કે કામગીરી કરે કે ખોટા કેસો દાખલ કરે ત્યારે તેમની નૈતિકતા ઉપર સવાલો થાય તે સ્વાભાવિક છે. પોલીસ કર્મચારીઓને કાયદાનું પાલન કરાવવાની જવાબદારી સાથે લોકોની સુરક્ષાની જવાબદારી પણ સોંપાઈ છે. જો કે એસી ઓફિસમાં બેઠેલા કેટલાક અધિકારીઓ તેમના હોદ્દાનો દુરપયોગ કરીને પતાવટની જવાબદારી લઈને મોટી રકમોના તોડના રવાડે ચઢી ગયા છે.
નામચીન ગુંડાઓથી માંડીને બુટલેગરો સુધીના તમામ લોકો જાણે છે કે, ગુજરાતના શહેરોમાં ડીસીબી અને જિલ્લાઓમાં એલસીબી પતાવટની કામગીરી સંભાળે છે. આ પતાવટની કામગીરીની ડીલ અધિકારી સાથે નક્કી થાય છે. શહેરોમાં ક્રાઇમ બ્રાન્ચના ડીસીબી વિભાગ અને જિલ્લાઓમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓના આદેશ બાદ કર્મચારીઓ જે તે વ્યક્તિને અરજીને આધારે પકડીને શરુ કરે છે દમ મારવાની કાર્યવાહી. દમ માર્યા બાદ તેની પાસેથી પૈસાની ઉઘરાણી કરાવવામાં આવે છે. મોટી રકમોના ઉઘરાણીના કેસો ઉકેલવા માટે પણ કેટલાક અધિકારીઓ નામચીન છે. પૈસા ફેંકો તમાશા દેખો વાત ગુજરાતના તમામ રાજ્યોમાં પોલીસ વિભાગ સાર્થક કરે છે. જે પોલીસ અધિકારીઓ નીચેના કર્મચારીઓ તોડ કરતા પકડાતા કાર્યવાહી કરવા ઉત્સુક બની જાય છે તે જ પોલીસ અધિકારીઓના હાથ ભ્રષ્ટાચારના હાથે રંગાયેલા હોય છે.
કર્મચારીઓ કરે તો ગુનો અને અધિકારીઓ કરે તો આંખ આડા કાન આ વાત કેટલી યોગ્ય છે. મોટાભાગના શહેરોમાં કે ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ કમર્ચારીઓને અધિકારીઓ રીતસર નોકરની માફક રાખે છે. ડીસીબી અને એલસીબીના અધિકારીઓના વહીવટદારો પણ સાહેબના સેટિંગ પાછળ મહત્વની ભૂમિકા ભજવે છે. અનેક એવા અધિકારીઓ છે કે, જેઓ ડીસીબી અને એલસીબીમાં ફરજ બજાવ્યા બાદ માલામાલ થઇ ગયા છે. હાલ ડીવાયએસપીના પોસ્ટીંગમાં રહેલા અને અગાઉ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચમાં પીઆઇ તરીકે ફરજ સાંભળતા એક પોલીસ અધિકારીએ એક બિલ્ડરના ઘરે ચોરી થયાની ફરિયાદમાં તપાસ નહીં કરવા માટે લાખ્ખો રૂપિયાનો તોડ કરી લીધો હતો. આ પૈસા પણ અધિકારીએ પાછા એ જ બિલ્ડરની સ્કીમમાં રોકાણ કર્યા હતા. આવા અનેક કિસ્સાઓ છે કે, જેમાં પોલીસ અધિકારીઓના લાખ્ખો કરોડો રૂપિયાઓ રોકાયેલા છે.
જમીનોથી માંડીને મોંઘા ઘરોની લેતીદેતીના કિસ્સામાં વચ્ચે પડીને કાયદાના ડરે લોકોને ધમકાવી દમ મારીને અધિકારીઓ કરોડો કમાઈ રહ્યા છે. આ અધિકારીઓના રૂપિયા પણ વિદેશમાં અથવા બિલ્ડરોની સ્કીમોમાં અથવા જમીનોમાં રોકાયેલા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી ચુકેલા અને હાલ રિટાયર્ડ થઇ ગયેલા એક આઇપીએસ અધિકારીએ તો એટલી મોટી મોટી રકમોના તોડ કર્યા કે તે પૈસા તેમણે અમેરિકામાં રોકાણ કર્યા ! આવા પણ અનેક આઇપીએસ અધિકારીઓ છે કે, જેમના પૈસા વિદેશોમાં રોકાયેલા છે. ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયેલી કચેરીઓ પ્રજાની સુરક્ષા કે કાયદાના ખરા અર્થ માટે પણ ઉપયોગી થાય તે જરૂરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

આતંકવાદી ગતિવિઘી પછી પક્ષપલટાનું ભૂત પણ ધૂંણ્યું, લાગે છે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે