Face Of Nation 16-07-2022 : બ્રિટનમાં હવામાન વિભાગે આગામી સપ્તાહમાં વિક્રમજનક પ્રમાણમાં ગરમી પડવાની આગાહી કરી છે અને નેશનલ ઈમર્જન્સીની જાહેરાત કરી છે. આ સાથે હવામાન વિભાગે અત્યાર સુધીની સૌ પ્રથમ રેડ વોર્નિંગ આપી છે કે દેશમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસના વિક્રમજનક સ્તર સુધી પહોંચી શકે છે. યુકે હેલ્થ સેક્રેટરી એજન્સી સાથે હવામાન વિભાગે આગામી સપ્તાહમાં સોમવાર તથા મંગળવારે ‘એક્સ્ટ્રીમ હિટ (અસાધારણ ગરમી)’ સાથે રેડ વોર્નિંગ ઈશ્યુ કરી છે.
સોમવાર અને મંગળવાર માટે રેડ વોર્નિંગ
હવામાન વિભાગના મુખ્ય હવામાનશાસ્ત્રી પૌલ ગન્ડરસને જણાવ્યું છે કે અપવાદરૂપ સ્થિતિમાં કદાંચ આગામી સપ્તાહના પ્રારંભમાં રેકોર્ડ-બ્રેકિંગ તાપમાનની શક્યતા રહેલી છે, આ સ્થતિને ધ્યાનમાં રાખી સોમવારે રેડ વોર્નિંગ આપવામાં આવી છે અને મંગળવારે દેશના પૂર્વ અને ઉત્તર ભાગમાં આ સ્થિતિને ધ્યાનમાં રાખી નજર રાખવામાં આવી રહી છે.
દેશમાં તાપમાન સેલ્સિયસ પહોંચવાની ભીતી
દેશમાં ઉપલા લેવલમાં તાપમાન 40 સેલ્સિયસ સુધી જવાની 50% શક્યતા રહેલી છે. આ ઉપરાંત આ તાપમાન નવી મહત્તમ ઉંચાઈ પર પહોંચે તેવી 80% શક્યતા રહેલી છે. બીજીબાજુ દેશમાં રાત્રીનું વાતાવરણ એકંદરે હુફાળું રહેશે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આ સ્થિતિ વ્યાપક રહેશે. દેશમાં વિક્રમજનક તાપમાનની સ્થિતિમાં તેની લોકો તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વ્યાપક પ્રતિકૂળ અસર થશે.
લોકોના સ્વાસ્થ ઉપર ગંભીર અસર થઈ શકે છે
હવામાન વિભાગના કાર્યલયે અસહ્ય ગરમીના સંજોગોમાં લોકોએ ગંભીર માંદગી અથવા જીવન માટે જોખમી સ્થિતિનું સર્જન થવાની શક્યતા વ્યક્ત કરી છે. હિટ-સેન્સિટીવ્ઝ સિસ્ટમ્સના ઉચ્ચ જોખમ અને ઉપકરણના ઓવરલોડિંગની સ્થિતિમાં વીજકાપની સ્થિતિ સર્જાવાની શક્યતા વચ્ચે પાણી તથા મોબાઈલને લગતી આવશ્યક સેવાઓને અસર થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત રેલવે ટ્રેકના રક્ષણ માટે રેલવેની ઝડપને પણ મર્યાદિત કરવામાં આવે તેવી શક્યતા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized ‘રેડ વોર્નિંગ’ ઈશ્યુ : બ્રિટનમાં આગામી અઠવાડિયામાં 40 ડિગ્રી પહોંચશે તાપમાન; 18-19મીએ...