Face Of Nation:ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે ભારતના પક્ષમાં ચૂકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે પાકિસ્તાને વિયના કરારનું ઉલ્લંઘન કર્યું છે. કોર્ટે પાકિસ્તાનને પોતાના ચૂકાદા પર ફરી વિચાર કરવાનો નિર્દેશ આપ્યો છે.
જાસૂસીના કથિત આરોપમાં પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવના મામલે બુધવારે હેગ સ્થિત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે પોતાનો ચૂકાદો સંભળાવ્યો. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે ભારતના પક્ષમાં ચૂકાદો આપ્યો, કોર્ટે કહ્યું કે પાકિસ્તાને વિયના કરારનું ઉલ્લંઘન કર્યું છે. કોર્ટે પાકિસ્તાનને પોતાના નિર્ણય પર ફરી વિચાર કરવા નિર્દેશ આપ્યો છે.