Face Of Nation:આસામ સહિત દેશમાંથી ઘૂસણખોરોને બહાર કાઢવાની કેન્દ્રની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા ગૃહ મંત્રી અમિત શાહે આજે રાજ્યસભામાં કહ્યું કે દેશના ખૂણે ખૂણામાંથી ગેરકાયદે રહેતા પ્રવાસી કે ઘૂસણખોરને ઓળખ કરીને તેમને દેશની બહાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણમાં રાષ્ટ્રીય નાગરિકતા નોંધણી (એનઆરસી)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ શાસકપક્ષ જે મેનિફેસ્ટોના આધારે ચૂંટાઈને આવ્યું છે તેમાં પણ આ મુદ્દે વાત કરવામાં આવી છે.
અમિત શાહે કહ્યું, ‘દેશની એક એક ઈંચ પર જે ગેરકાયદે પ્રવાસીઓ રહે છે, અમે તેમને ઓળખ કરીને અને આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે દેશનિકાલ કરીશું’શાહે આ વાત સમાજવાદી પાર્ટીના જાવેદ અલી ખાનના આ પ્રશ્નના જવાબમાં કહ્યું કે જે પ્રમાણે આસામમાં એનઆરસીને લાગું કરવામાં આવી રહી છે તેવી રીતે સરકારની યાજના છે કે દેશના અન્ય રાજ્યોમાં પણ લાગુ કરવામાં આવે.