Face Of Nation 27-03-2022 : શ્રીલંકા અત્યારે ખૂબ જ નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને દેશમાં મોંઘવારીએ લોકોની કમર તોડી નાંખી છે. દેશમાં વિદેશી હૂંડિયાણ પણ લગભગ ખતમ થઈ ગયું છે. દેશ ઉપર એક પછી એક આપદા આવી રહી છે ત્યારે શ્રીલંકાના બે મુખ્ય અખબારો કાગળની કારમી અછતને લીધે તેમના પ્રકાશન બંધ કરવાની નોબત આવી છે.
કાગળની અછતને પગલે પ્રસિદ્ધ થઈ શક્યા નથી
ધ આઈલેન્ડ તથા તેની સિંહાલી આવૃત્તિ દીવૈના, અખબાર માટેના કાગળની અછતને પગલે પ્રસિદ્ધ થઈ શક્યા નથી અને હવે તે ફક્ત ઓનલાઈન જ ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત કાગળની અછતને લીધે દેશના શિક્ષણ વિભાગે લાખો વિદ્યાર્થીઓની ટર્મ એક્ઝામ પણ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. અધિકારીઓનું કહેવું છે કે, અહીં કાગળની સતત અછતને લીધે પાઠ્યપુસ્તકોની છપાઈને લગતી કામગીરી પણ પૂરી થઈ શકતી નથી. અને દેશનું પ્રિન્ટ મીડિયા ગંભીર આર્થિક સંકટનો શિકાર બન્યું છે.
કાગળનો ભાવ વધીને હવે 1,070 ડોલર થયો
વર્ષ 1981માં શરૂ થયા બાદ ‘ધ આઈલેન્ડ’ અખબાર ફક્ત એપ્રિલ મહિનામાં વાર્ષિક સિંહલ તમિલ નવ વર્ષની રજામાં જ પ્રેસ બંધ રાખે છે. સંપાદક શ્રી સહબંધુએ કહ્યું હતું કે, અમે યુદ્ધના સમયે પણ અખબારને છાપવાનું બંધ કર્યું ન હતું. કોરોના કાળના સમયે લોકડાઉન સમયે જ અમે પ્રિન્ટની આવૃત્તિને અસર થઈ હતી કારણ કે તે સમયે વિતરણ કરવું શક્ય ન હતું. શ્રીલંકા મોટાભાગે નોર્વે, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા તથા રશિયાના અખબારના કાગળનો ઉપયોગ કરો છો. ત્રણ મહિના અગાઉ એક ટન કાગળનો ભાવ 750 ડોલર હતો, જે હવે વધીને 1070 ડોલર થઈ ગયો છે. અમારા ઉત્પાદન પડતર ખર્ચમાં પણ ઘણો વધારો થઈ ગયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).